Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 14 ગુજરાતી શાયરી

બર નહોતી કે જીંદગીને રંગત મલી જશે,
તમારા સ્નેહ ની સુવાસીત સંગત મલી જશે,
દીલ ખોલી શકાય જેની પાસે પ્રેમ થી,
એવું કોઇ જગત મા 'અંગત' મલી જશે.



હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પુછી રહ્યો છુ હું તને મળવાના રસ્તાઓ
બધો આધાર છે એના જતી વેળાના જોવા
પરમિલનમાંથી નથી મળતા મહોબતના
પુરાવાઓ જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ


શબ્દો થોડા આઘા પાછા હોય તો સુધારીને વાંચજો...
આમ તો મેં લીધો છે જન્મ હર કોઇને પ્રેમ કરવાને
વાત અલગ છે કે વચમાં તમે જરા વધુ ગમી ગયા


જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. 


જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.

ઉમંગો બધી હેથી પડી,પણ કોઈને ના ખબર પડી...
જે કરતા હતા અમે,એ બધી સારપો માથે પડી...
કે દીલ મા હતા અરમાનો,કોઇયે ના દીઠા...
મને ખબર નથી કેમ,કે છે ધીરજ ના ફળ મીઠા...

મોત નુ બંધન છતાં, કરતો રહ્યો છે માનવી
જિંદગી માવજત, આદમથી શેખાદમ સુધી
~~શેખાદમ આબુવાલા~~

કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી, તને ખબર છે કે તારું થયુ છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!
~~શેખાદમ આબુવાલા~~

ઝેર ની વાત
ઝેર પીને ઝેર ઓક્વુ છે મારે,
દિલ ના બધા જ રહ્સ્યો ફેકી દેવા છે મારે,
ખાદી ની કીંમત કરવી છે મારે,
બધાજ ખાલી જામ ખાલી મૈખાના ભરી દેવા છે મારે,
લાગણી ઓ ના બધાજ વહાણ ડુબાડી દેવા છે મારે,
બધીજ ક્લ્પ્નાઓ હ્કીક્ત મા ફેરવી દેવી છે મારે,
કરવા નુ તો ઘણુ છે વિચારો જેટલુ,
તેથી મારે વીચાર વાનુ પણ બંધ કરી દેવુ છ મરે,
ઝેર પીને ઝેર ઓક્વુ છે મારે

No comments:

Post a Comment