સમયને સાથ કરવામાં ઘણી તકલીફ લાગે છે,
જગતને બાથ ભરવામાં ઘણી તકલીફ લાગે છે .
તમારા અણગમાના ભાવને પરખું કઇ રીતે,
હ્રદય ની આગ ઠરવામાં ઘણી તકલીફ લાગે છે.
હ્રદયનો સ્નેહ આપીને કરો છો તરબતર સૌને,
નવાં મુલ્યો સરજવામાં ઘણી તકલીફ લાગે છે.
બધું મારું કશું તારું નથી એ ભેદ છોડીને,
તડાઓથો ઉગરવામાં ઘણી તકલીફ લાગે છે.
નદીની રેતમાં જોવા મળે રમતું નગર કિંતૂ,
તરીને પાર કરવામાં ઘણી તકલીફ લાગે છે .
ઢળેલી બાણ શૈયાપર ઢળીને શ્વાસ લેવાના,
ખમીને હાર મરવામાં ઘણી તકલીફ લાગે છે .
બહારોની ઉમીદો જો કરોતો જાણજો માસૂમ,
કળીની માંગ ભરવામાં ઘણી તકલીફ લાગે છે .
No comments:
Post a Comment