હું ઝઝુમતો એકલો ભવસાગરે, તું આવને..
જો સફર મજધારમાં ડૂબીરહી ઉચકાવને...
બંધ દરવાજે કડી વાખી નથી અમ કોઇએ..
ચાહની સાંકળ જરા ઢાળી નયન ખખડાવને...
બે જણાની લાગણી જાણે બની જીવન રસી..
એજ તો છે પ્રેમ, મન ખોલી હવે છલકાવને...
આમ તો તારી ઘણીએ આદતો હું જાણું છુ..
ચાલ દિલ ફાડી હવે તો પ્રેમને વરસાવને...
થૈ ચમક પલકારમાં ઝૂકી જશે જો આ "જગત"..
તું વિજય કેરી પતાકા ચાલ જો ફરકાવને....
No comments:
Post a Comment