Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems II


અમદાવાદ છે ભૂમિ


અમદાવાદ છે ભૂમિ, ગાંધી ના સત્યાગ્રહ આશ્રમ ની અને ભારત ની આઝાદી ની શરૂઆત ની
અમદાવાદ છે ભૂમિ, ભારત ની સૌથી પ્રચલીત કૅલિકો મિલ ની
અમદાવાદ છે ભૂમિ, સાબરમતી ના પવિત્ર જળ ની
અમદાવાદ છે ભૂમિ, ભદ્રકાળી ના અપાર આશીર્વાદ ની
અમદાવાદ છે ભૂમિ, કાંકરિયા તળાવ-સિદિ સયેદ ની જાળી-ઝૂલતા મીનાર-જામા મસ્જિદ-અડાલજ ની વાવ ની
અમદાવાદ છે ભૂમિ, પ્રખ્યાત સિવિલ અને વાડીલાલ હોસ્પિટલ ની અને ગુજરાત હાઇ કોર્ટ ની
અમદાવાદ છે ભૂમિ, માણેકચોક ની મસાલેદાર રાત-રાયપુર ના ભજીયા-ચા અને મસ્કાબન ની
અમદાવાદ છે ભૂમિ, પ્રેમ પન્ખિડા ના ફરવાની-મલ્ટિપલેક્સ,ગાર્ડન અને કૉફી શોપ ની
અમદાવાદ છે ભૂમિ, ભારત ની વિશ્વ-પ્રચલીત નિર્મા યૂનિવર્સિટી અને આઇ . આઇ . ઍમ ની
અમદાવાદ છે ભૂમિ, પરેશ રાવલ-વિપુલ શાહ-દેવાંગ પટેલ જેવા કલાકારો ની
અમદાવાદ છે ભૂમિ, ભારત ની સૌથી સફળ બસ રૅપિડ ટ્રૅન્સિટ સિસ્ટમ –બી. આર. ટી. ઍસ ની
અમદાવાદ છે ભૂમિ, નરેન્દ્રા મોદી ના મત વિસ્તાર ની
અમદાવાદ છે ભૂમિ, ભારત ની સૌથી મોટી ફાર્મા કંપની – Zydus અને Torrent ની
અમદાવાદ છે ભૂમિ વસ્વાની , જ્યા જીવવુ છે કઠીન પણ જીવી જાઓ તો જીવન સૌથી રંગીન
આવો અમદાવાદ માં, વસો અમદાવાદ મા અને જાણી ને પ્રેમ માં પડો અમદાવાદ ના…
----------------------------------------------------------------------------------------------------

પ્રેમના સંવાદ – ૧


ઍક વાર કોઈક ના લગ્ન પ્રસંગે જતા વેળા નો સમય હતો,
સરસ રીતે સાડી મા તૈયાર થઈને પત્ની ઍ પતિ ને પૂછ્યુ…,
જુઓ તો આમ….સારી લાગુ છુ ? બધુ બરોબર છે ? …
પછી ઍજ બોલી કે, હૂ કઈ બઉ સારી નથી લાગતી તમારી જેમ…..હસે ચાલો ને નીકળીયે…
પતિ: (જરા હસ્યો) (પત્ની ની પાસે ગયો) તારા સ્વભાવ અને તારો નિસ્વાર્થ પ્રેમ તને દુનિયા ની સૌથી સુંદર સ્ત્રી બનાવે છે, તારી સામે બીજી બધીજ સુંદરતા ફિક્કી પડે છે.
પત્ની: (શરમાઇ ને પતિ ને ભેટી પડી) હૂ ખરેખર નસીબદાર છુ કે તમે મને મળ્યા.
પતિ: (કપાળે પ્રેમ થી ચુંબન કરીને) હૂ પણ.
પત્ની: (છૂટી પડીને) ચાલો જઇયે હવે ?
પતિ: હા…પણ જરા સાડી નો પાલવ સરખો નથી….તૂ  કરે ઍટલે હુ તો ઉભો…
પત્ની: જબરા છો…પહેલા બોલતા પણ નથી…..
પતિ: આપડે જરાક પ્રેમ મા પડી ગયા તા ને બકા….. 
------------------------------------------------------------------------

શોધ


બેઠો તો બાંકડે, નજર જુકાવી ,
વિચારો ની વમળો મા ખોવાઈ ને….
ક્યાંક થી તારા મધુર કંઠ ના મોજા,
મારા કર્ણે આવી કહેવા લાગ્યા કે પ્રેમ નથી ઍ,
જેને તારે જીવન મા કરેલી ભુલ ગણવી જોઇઍ,
પરંતુ છે ઍ અદભૂત લાગણી કે,
જેને પામી ની તારે નવા જીવન ની શોધ કરવી જોઇઍ.
બસ, નીકળી પડ્યો છુ તારી શોધ મા…
પ્રેમ ની વર્ષા મા પોતાને મજ્જા થી ભીંજવા..
-------------------------------------------------------------------------

મુંજવણ – 1


  • મુંજવણ:
- આ સવાલ મારા અને બીજા ઘણા ના જીવન માં ઉઠતો જોયો છે…..મને થયું કે ઘણા સમય થી બનાવી રાખેલા મારા બ્લોગ ની પ્રથમ પોસ્ટ આજે કરી દઉં.
  • સવાલ:
જયારે એક છોકરો અને છોકરી એક બીજા ના સારી રીતે ઓળખે છે અને સરસ મિત્રો છે ત્યારે અમુક વાર આવું બનતું હોય છે કે છોકરા ને છોકરી માટે પ્રેમ ની લાગણી થઇ જાય છે. હવે થાય છે આવું કે છોકરો જયારે છોકરી ને પોતાના પ્રેમ ની રજૂઆત કરે છે ત્યારે ગણી વાર છોકરી પાસે થી આવા જવાબ મળે છે,
- તું બહુજ સારો છોકરો છે અને મને તારા માં કોઈ ખરાબી નથી લાગતી.
- કદાચ મને તારા જેવો સારો છોકરો મળે પણ નહિ…..
- તું સૌથી મસ્ત જીવનસાથી બનીશ કોઈક નો, અને બહુ ખુશ રાખીશ
- ખબર નહિ કેમ મને તારા માટે કઈ પ્રેમ જેવું નથી…….આવો વિચાર જ નથી આવતો ….
  • મારો વિચાર:
પ્રેમ ને હું ઓળખું છું અને ખબર છે કે સામે વાળા પાસેથી આશા રાખ્યા વગર બસ પોતાની તરફ થી પ્રેમ કરતા જવાનો હોય પરંતુ જયારે જીવન સાથી નો વિચાર કરવાનો હોય ત્યારે ઉપર ની બાબત માં છોકરી ઓના જવાબ પાછળ નો વિચાર સમજ પડવો અઘરો છે. લોકો કહે છે કે કોઈ આપણ ને સાચો પ્રેમ કરતુ હોય અને વ્યક્તિ પણ સારું હોય તો એની જોડે જવું જોઈએ , નહિ કે આપણે જેને એક તરફી પ્રેમ કરતા હોઈએ એની જોડે. ઉપર ના સવાલ માં જયારે કોઈક વ્યક્તિ ને તમે આવું કેહતા હોવ કે તારા જેવું કોઈજ નહિ અને તું જેને મળીશ અ નસીબદાર હશે તો પછી છોકરી નું ના પાડવું કઈ રીતે શક્ય છે ?
હમેશા દરેક બાબત નું કોઈ કારણ હોય છે, જે આપણે મનોમન જાણતા હોઈએ છે આવીજ રીતે છોકરી ના મન માં કૈક તો હોવુજ જોઈએ જેને કારણે એ પ્રેમ નો અસ્વીકાર કરે.
- શું છોકરી બસ એમજ સારા સારા વાક્યો બોલે છે ? તો પછી એ યોગ્ય નથી કારણ કે ખોટું બોલીને એ સચાઈ થી દુર ભાગે છે અને સામે વાળા સાથેની મિત્રતા નું અપમાન પણ કરે છે.
- કાતો પછી છોકરી ખરેખર આવું માને છે એ છોકરો બહુજ મસ્ત છે પણ તોય બસ પ્રેમ નથી…..ખબર નહિ કેમ ?
- અથવા છોકરી પાસે અમુક કારણ છે પણ એ છોકરા ને કેહવા નથી માંગતી કારણ કે અને આવું છે કે છોકરો દુખી થશે અને બીજું કૈક……..
- બીજું કોઈ કારણ જે તમે વિચારી શકો….
“આમાં કઈ છોકરી એ કઈ ખરાબ ના કર્યું કેહવાય , નાતો એની કોઈ ભૂલ છે કે અને સામે વાળા માટે પ્રેમ નથી …..”
તમારો અભિપ્રાય શું કહે છે ?
“મારે એ નથી જાણવું કે છોકરા એ શું કરવું જોઈએ….બસ ખાલી છોકરી ઓના આવું કરવા પાછળ ના વિચાર ની ચર્ચા કરવી છે.”
મહેરબાની કરીને મજાક મસ્તી ના કરવા વિનંતી….ચર્ચા બધીજ રીત ની કરવાની છૂટ છે.
------------------------------------------------------------------------------------------
- જીગર બ્રહ્મભટ્ટ 

No comments:

Post a Comment