Google Search

Monday, March 12, 2012

Must નું મહત્ત્વ સમજો


અંગ્રેજીનો શબ્દ Must શબ્દ ફરજિયાતપણું દર્શાવે છે. આર યા પારની સ્થિતિને અંગ્રેજીના એક શબ્દ મસ્ટ સાથે ગાઢ સંબંધ છે. તો Must ના સાત સેન્ટેન્સને જો તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં પોઝિટિવલી ઉતારીને જુઓ કે મસ્ટ તમારી જિંદગીમાં કેવું મસ્ત કામ કરે છે
જિંદગીમાં જોઈએ અને જોઈએ જ વચ્ચે ઘણો ફરક છે. અંગ્રેજીમાં જ્યારથી ગ્રામર શીખવવાની કોર્સમાં શરૂઆત થાય ત્યારથી જ જોઈએ અને જોઈએ જના તફાવતની તાલીમ પણ વદ્યાર્થીઓને આપવાની શરૂઆત થઈ જાય છે.રિયલ લાઈફમાં પણ શૂડમાંથી જ્યારે તમે મસ્ટ સુધી પહોંચો ત્યારે સફળતા તમારાથી વધારે છેટી નહીં રહે. ઈંગ્લિશના આ ‘મસ્ટ’ શબ્દ સાથે સફળતા સુધી પહોંચવા માટે સાત સેન્ટેન્સના સ્ટેપ્સ અહીં આપવામાં આવ્યા છે. મસ્ટ શબ્દમાં કારકિર્દીમાં સકસેસ મેળવી લેવાની જીદ, ધૂન,લગની સમાઈ છે તો સામે જવાબદારી અને જીવન પ્રત્યેની ફરજો પણ સ્પષ્ટ કરાઈ છે. શિક્ષણ મેળવીને, કારકિર્દી ઘડીને પ્રોફેશનલ લાઈફમાં ક્યાં ક્યાં મસ્ટ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે એ જાણશો તો તમને તમારી કારકિર્દી ઘડવામાં ક્યારેય કોઈ અડચણ નહીં આવે.
Must not carry
જીવનમાં જેનો બોજો ખભા પર ઊંચકીને ન ચાલતા રહેવા જેવું હોય તો તે છે નિષ્ફળ રહ્યાનો બોજો. પરીક્ષામાં પાસ ન થવું કે ધાર્યું પરિણામ મેળવવામાં નિષ્ફળ જવું કે સફળતા મેળવવામાં કદમ ક્યારેક ટૂંકાં પડયાં હોય તો તેનો અર્થ એ નથી કે તે નિષ્ફળતાનો બોજો વેંઢારતા રહો. નિષ્ફળતાનાં કારણો શોધો. Try and catchનું સૂત્ર યાદ રાખો. રણમાં રેતીના કોથળા ખભ્ભે લાદીને ચાલવાથી કંઈ હાંસલ નથી થતું એમ નિષ્ફળતાની યાદોને ભૂલવી જ સારી.
Must be somewhere
આસપાસ જ હોવી જોઈએ. સક્સેસ અથવા સફળતા એ દૃશ્ય કે સાપેક્ષ લાડુ નથી કે તે મોટો કે નાનો છે એવું માપી શકાય. પ્લસ અન્યો વધુ સફળ છે કે નિષ્ફળ એનું પણ કોઈ માપદંડ નથી. એટલે સફળતાનું માપ કાઢવું છોડી તમે જે ક્ષેત્રમાં છો, જેમાં શિક્ષણ મેળવી રહ્યા છો કે ભવિષ્ય ઘડી રહ્યા છો એના માટેની મહેનતથી જ્યારે તમે કંઈ હાંસલ કરો એ જ તમારી સફળતા છે.
Must have been some problems
જરૂર કોઈ ને કોઈ અડચણ રહી જ હશે. કોઈ પણ મહાન માણસનું ઉદાહરણ લેશો તો સમજાશે કે સફળ બનતાં પહેલાં તેઓએ કેટલી વાર પછડાટ ખાધી હશે. કરોળિયો તેનું જાળું ગૂંથવામાં કેટલી વાર નિષ્ફળ રહે છે, પણ તે પ્રયત્નો કરવાના છોડતો નથી. કામમાં કોઈ અડચણ આવે તો પોઝિટિવ રહીને એ મુશ્કેલીને દૂર હડસેલવાના રસ્તા શોધો.
Must consult expert
ગાડી ક્યાંક બગડે તો ગેરેજ ક્યાં આવેલું છે એ શોધશો કે નહીં? તેવી જ રીતે તમે સર્વગુણસંપન્ન અને દરેક બાબતે નિર્ણય લેવા માટે સક્ષમ હોવા જરૂરી નથી. દરેક વિષયના નિષ્ણાતની શોધ કરો તો મળે જ છે તો તમારી કારકિર્દી માટે તમે સારા માર્ગદર્શક ન શોધી શકો? સફળતાની રેસમાં અટકો ત્યારે કોઈક તો એવું હોવું જ જોઈએ જે બક અપ કહે અને ગાઈડ કરે. જરૂરિયાત હોય છે, સાચો ગાઈડ શોધવાની.
Must be coming
જરૂર આવશે જ. સૌને સાચી તક મળે એવો સમય આવે છે તો તમે તેમાંથી ક્યાંથી બાકાત રહેવાના, પણ સમય આવે ત્યારે તેનો ઉપયોગ કરતાં શીખો. પ્લેટોએ કહ્યું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત માટે સાચો સમય કયો છે એ નક્કી કરીને કામ શરૂ કરાય તો તેમાં સફળ થવાય જ. દરેક વિદ્યાર્થીના જીવનમાં તબક્કો એવો આવે જ છે કે તેણે સ્ટ્રીમની પસંદગીનો નિર્ણય કરવો પડે છે. ત્યારે એ તકનો વિચારપૂર્વક ઉપયોગ કરો. જોબર્સ માટે પણ એવો સમય આવે છે કે પોતાને સાબિત કરવા પડે છે. તો ખુદ પર ભરોસો રાખો તો જ તમારા પર દુનિયા વિશ્વાસ કરશે.
Must give up
મસ્ટ ગિવ અપનો અર્થ અહીં એ લેવો કે છોડવું જ જોઈએ. દેખાદેખી, પૂર્વગ્રહ, લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ વગેરે... ત્યાગની ભાવના કેળવવીની મહાન સાહિત્યિક ફિલસૂફી નહીં, પણ તમે જ્યારે પ્રોફેશનલ લાઇફમાં કંઈક અચિવ કરવા માગો છો ત્યારે કોઈ વિષયે કે કોઈ મુદ્દે જો પૂર્વગ્રહ હોય, ડર હોય તો તેને છોડો. તમારી આસપાસ રહેતા લોકોનો તમારા માટે કોઈ ખોટો અભિપ્રાય હોય તેને ઇગ્નોર કરો. તમે ભણવા માટે જે પણ વિષયો પસંદ કર્યા છે એ માટે કોઈનો વિરોધ હોય તો તેનાથી તમારા નિર્ણયો અને તમે પસંદ કરેલા ક્ષેત્ર અંગે તમને કોઈ શંકા ઊભી ન થવી જોઈએ. એક સરસ મજાની કહેવત છે કે હાથી પાછળ... એ કહેવતને અનુસરો. કોઈ તમારા માટે કોઈ પણ અભિપ્રાય બાંધે મદમસ્ત હાથી બનીને જીવો અને તમારી પ્રગતિના પથ પર કોઈની માન્યતાને રોડો ન બનવા દો.
Must save some memories
સફળતા પાછળ દોટ મૂકીને સફળ થયા પછી શું? એ પણ એક પ્રશ્નાર્થ છે! તમારી સક્સેસને ઊજવવા માટે તમારી પાસે અને તમારી સાથે કોઈ ન હોય તો એ સફળતા મેળવવાનો કોઈ ફાયદો ખરો? તાળી વગાડવા માટે પણ બે હાથની જરૂર પડે જ છે બિલકુલ તેવી જ રીતે સફળતાને ઊજવવા માટે પણ બે જણાની જરૂર હોય છે એક વ્યક્તિ એ કે જે સફળ બની છે અને બીજી વ્યક્તિ એ છે કે જે તમે સફળ છો એ માને અને તમારી સાથે તમારી સફળતા ઊજવે.
ખાસ કરીને બોર્ડ એક્ઝામ્સની તૈયારીના હાઉ વચ્ચે બાળકો પર સારા માર્ક્સ લાવવાના દબાણ હેઠળ કોઈ પણ બીજી અન્ય કૌટુંબિક કે ઈત્તર પ્રવૃત્તિથી તેને દૂર કરી દેવામાં આવે છે. તેવું જ જોબર્સ સાથે પણ થાય છે. ટ્વેન્ટી ફોર બાય સેવન પ્રોફેશનલી બેસ્ટ બનવા માટે મશિનની જેમ કામ કરતાં તે પોતાની પર્સનલ લાઈફમાં ઘણું ગુમાવી બેસે છે. જિંદગીમાં ગુમાવેલી એ પળો પાછી મેળવી શકવાના નથી એટલે ભવિષ્યમાં એ મેમરીને વાગોળી શકો એવી કેટલીક ક્ષણોને જીવવાની ભૂલતા નહીં.

No comments:

Post a Comment