Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems VI


મુસાફીર છે તું


મુસાફીર છે તું.
જે છે એને એક પ્રવાસ તરીકે માણ,
દરેક જગા ઘર બનાવાનો તારો પ્રયત્ન જ અર્થહીન છે;
દુર પેલી ઝાંખી ટેકરીઓ પર નજર નાખ જરા,
એ ટેકરીને સ્પષ્ટ જોવા એ માર્ગે પ્રયાણ કર;
આફતો તારા માર્ગે વિધ્ન બનશે જ પરંતુ,
તારી શિરજોરી સામે એની ખુમારી તારેજ ભંગ કરવી પડશે;
ચોક્કસ, એવી ટેકરીઓ પર પણ પહોંચીશ,
જ્યાંથી બીજી ટેકરીઓ પર જવાનું મનોબળ ઘટી પડશે;
ગભરાઇશ નહિ !! બસ તારા કઠીન અનુભવોને યાદ રાખજે,
એની આંગળી પકડીનેજ બીજી ટેકરીઓ પર પહોંચવું સરળ બનશે;
થોડું થોભજે !! પરંતુ તારા પ્રાણ પર બહુ ભરોસો ના કરતો,
એને જતા કોઈ થંભાવી નથી શક્યું;
આ મુસાફરીનો દરેક દિવસ તારા માટે આખરી દિવસ જ છે,
એટલે જ દરેક સ્થળને માણી લેવાનો આગ્રહ રાખજે;
મુસાફીર છે તું;
મુસાફરી ચાલુજ રાખજે. 

-------------------------------------------------------------------------------------------


અમેરિકામા લોકોને અમુક વાર ખોટા વાંધા વચકા બહુ હોય. ખબર નહિ એમનું કશુજ નુકશાન ના થતું હોય તો પણ પોલીસી પોલીસી કરીને નવાઈ ની ડંફાસો મારે અને વાંધા ઉભા કરે.
એક ફોટોગ્રાફર હોવાથી મારો કેમેરો હમેશા જોડેજ હોય….કઈક સારું મળી જાય અને ફોટો ખેંચી લઉં એવી ઈચ્છાના કારણે.
ગઈ કાલે, એક ચાઈનીસ રેસ્ટોરન્ટ “પાંડા એક્ષ્પ્રેસ” મા લંચ કરવા ગયો તો….
ખાવામા થોડી ઝડપ હોવાથી મેં તો પતાવી દીધું ત્યારે હજી રૂમમેટ ખાતો તો અને જોયું તો સરસ ઇન્ટીરીયર દેખાયું રેસ્ટોરન્ટમા એટલે હું તો કેમેરો લઈને ચાલુ પડી ગયો.
સરસ ફોટા પડ્યા ૧-૨ પછી પેલો માલિક કેહ, ફોટો પાડવાની મનાઈ છે. પૂછ્યા વગર તો જરાય નહિ પડવાના અને એવું બધું અને પાછો ગુસ્સાવાળા મોઢા કરીને.
મેં કીધું કે “તમને બતાવું કેવા ફોટો પડ્યા છે અને શેના પડ્યા છે”, તો દેખવાની પણ ના પડી.
મેં “સો સોરી” કહ્યું અને નીકળી ગયો. મારો વાંક હતો એમની પોલીસી મુજબ.
હવે આમાં શું વાંધો કાઢવાનો ? આ ઓછી કોઈ ગવર્મેન્ટ જગ્યા છે કે હું બોમ ફોડવાનો પ્લાન બનાવીશ ? કે પછી મ્યુઝિયમ છે કે મનાઈ રાખવાની ?
આ નીચેના ૨ ફોટોસ ત્યાં પાડ્યા.

No comments:

Post a Comment