Google Search

Wednesday, March 14, 2012

Gujarati Poems VIII


મુશ્કેલીઓ


ડગલે ને પગલે…
કાલે કાતો આજે…
ક્ષણિક અથવા થોડી સ્થાયી..
પોતાનાથી કાતો પારકાથી…
ધારેલી કે અણધારી…
નાની કાતો મોટી…
‘મુશ્કેલીઓ’
તમારા કાતો મારા
જીવનમાં ટકોર મારશે,
ત્યારે
એમનો સામનો કરવો કે ડરીને ભાગી જવું…
એ નિર્ણય જ,
આપણું ભવિષ્ય બનાવશે, નહિ તો બગાડશે. 

-------------------------------------------------------------------


હે માનવી,
જાણે છે હું કોણ છું ?
તારા પર જાણે-અજાણે હાવી થતો એક કાળ છું.
અણગમતા બનાવે તું મેળવતો એક અનિચ્છનીય સ્થાયીભાવ છું.
તારા પરિવારનું સુખ અને સમૃદ્ધિ વિખેરતી એક ક્ષણ છું.
તારા અહંને સંતોષવા બીજાનું અનિષ્ટ કરાવતી મનોવૃતિ છું.
અકર્મણ્યતાનો ભાવ પેદા કરતો તારા મનનો શત્રુ છું.
તારામાં પ્રવેશ કરી, તને અભાન કરીને વિરૂપ બનાવતો એક કીડો છું.
તે સારા કર્મો અને દાનથી સંચય કરેલાં “પુણ્ય”નો નાશકર્તા છું.
क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रम ।
स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति ।।

મારા કારણે જ તારામાં મિથ્યાત્વપણું જાગે છે, જે તારી સ્મૃતિનો નાશ કરી તને બુદ્ધિહીન બનાવે છે અને આખરે તારો વિનાશ થાય છે.
હું જ સર્વોપરી છુ.
હુંજ તારામાં વીંટળાયેલી હિંસાની ભાવના છું.
મારા કારણે જ ઇતિહાસ લખાયો અને મારા થકી જ ભવિષ્ય રચાશે.
રામ-રાવણના મહાયુદ્ધ પાછળનું કારણ કોણ ?…હું.
મહાભારતના યુદ્ધનો મૂળ જવાબદાર કોણ ?…હું.
વિશ્વ-યુદ્ધો અને ગુલામીઓ ઉપજાવનાર કોણ ?…હું.
મારો નાશ તારી મર્યાદામાં નથી, હું અવિનાશી છું.
મારા પર કાબુ કરવામાં તું કદાચ સફળ થઇ શકે પરંતુ તારું સંપૂર્ણ જીતવું અશક્ય છે.
મારા આવેશમાં આવીને શાપ આપનારા દેવી-દેવતાઓ પણ મને નાથી નથી શક્યા,
તો તું તો એક તુચ્છ મનુષ્ય છે.
હું ગુસ્સો,રોષ,કોપ વગેરે નામે પણ આકાર પામું છું.

હું ‘ક્રોધ’.


- જીગર બ્રહ્મભટ્ટ

No comments:

Post a Comment