Google Search

Tuesday, July 10, 2012

સાત દિવસનું પ્લાનિંગ આવી રીતે કરો, થઈ જશો માલામાલ

સોમવાર – આ દિવસ સફળતા પ્રાપ્તિ માટે શિવલિંગ પર દૂધ ચઢાવો દૂધ ગરમ કરેલું ન હોવું જોઈએ. જો આ શક્ય ન હોય તો કાર્ય માટે ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પી લો. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલીને ઘરેથી નીકળો. સફેદ રૂમાલ સાથે રાખો.


--------------------------------------


મંગળ – આ દિવસ હનુમાનજીની આરાધનાનો વિશેષ દિવસ છે. આથી સવારે હનુમાનજીના મંદિરે જાવો. સાથે જ હનુમાનજીને બનાવેલું બનારસી પાન તથા લાલફૂલ ચઢાવો. ઘરથી નિકળતા પહેલા મધનું સેવન કરો અને ऊँ क्रां क्रीं क्रौं स: भौमाय नम:। મંત્ર બોલીને પ્રસ્થાન કરો. લાલવસ્ત્ર પહેરવા કે લાલ કપડું સાથે રાખો. 


--------------------------------------


બુધવાર – આ દિવસે ગણેશજીને દૂર્વા ચઢાવો. ગણપતિજીને ગોળ-ધાણાનો ભોગ ચઢાવો. ઘરથી વરિયાળઈ ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:। મંત્રનો જપ કરો. લીલા રંગના વસ્ત્રો પહેરો કે લીલો રૂમાલ સાથે રાખો. 


-------------------------------------


ગુરુવાર – જ્યોતિષ અનુસાર ગુરુવાર ગુરુગ્રહની આરાધના માટે સર્વૌત્તમ દિવસ છે. આથી આ દિવસે બૃહસ્પતિ ગ્રહના નિમિત્તે વિશેષ પૂજન કરો. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિર જાવો. શ્રી હરિને પીળા ફૂલ અર્પિત કરો સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્રનો જાપ કરો પીળા રંગની કોઈ મિઠાઈ ખાઈને ઘરથી નિકળો. પીળા વસ્ત્ર પહેરો કે પીળો રુમાલ સાથે રાખો. 


----------------------------------------


શુક્રવાર – આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલફૂલ અર્પણ કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम: મંત્રનો જાપ કરો. ઘરેથી નિકળતા પહેલા દહીંનું સેવન કરો સફેદ રંગનો ડ્રેસ પહેરો કે સફેદ રૂમાલ સાથે રાખો. 


-----------------------------------------


શનિવાર – હનુમાન મંદિર જાવો. હનુમાનજીના બનેલા બનારસી પાન અને લાલ ફૂલ ચઢાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: મંત્ર જપ કરો ઘરથી નિકળો. તલનું સેવન કરો. નીલા વસ્ત્ર પહેરો કે નીલો રૂમાલ સાથે રાખીને પ્રસ્થાન કરો. 


---------------------------------------


રવિવાર – રવિવારનાસૂર્યદેવને જળ ચઢાવો પછી લાલ ફૂલ અર્પિત કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનું સેવન કરો. લાલરંગના કપડા પહેરો કે લાલ રૂમાલ સાથે રાખો. 


---------------------------------------


 ઈશ્વર આપને દરેક જનમ માં  સુખી રાખે.

No comments:

Post a Comment