Google Search

Friday, July 13, 2012

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે........

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટનાભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે........


-સુરેશ દલાલ

No comments:

Post a Comment