Google Search

Sunday, July 29, 2012

પ્રેમરત


સુરંગ ખોદો કોઇ આકાશ સુધી,
મારે તારા તોડી લાવા છે…
કેદ કરો કોઇ ચાંદની ને,
મારે સપના એના સજાવા છે…
જે ના કરમાય કદી પણ,
ફુલ એવા ખીલાવા છે…
આંગણે આમંત્રો દુનિયા ને કે,
મારે ગુણ-ગાન એના ગાવા છે…
મુકો મુરત એની મંદીર મા કે,
મારે ઇશ્વર ખુદા ભુલાવા છે…
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત 

No comments:

Post a Comment