Google Search

Monday, July 30, 2012

એ તો કૃષ્ણ કનૈયો છે


એ તો કૃષ્ણ કનૈયો છે
જે સૌ ના હૃદયે બેઠો છે
વૈકુંઠ માં તે બિરાજે છે
ને બધે પણ તે બેઠો છે
તે સર્વ શક્તિમાન છે
તે સર્વ વ્યાપી છે
બધે તેની કીર્તિ છે
સર્વ શક્તિ તેની છે
સર્વ સંપત્તિ તેની છે
તે સર્વ જ્ઞાની છે
તે પૂર્ણ વૈરાગી છે
સર્વથી તે સુંદર છે
તે ત્રિગુણાતીત છે
તે માયાથી પર છે
જે તેને શરણે જાય છે
તે માયાથી છૂટે છે
‘સ્કંદ’ આ કહે છે
જે ગીતામાં કહેલું છે
- Suresh Vyas

No comments:

Post a Comment