Google Search

Sunday, July 29, 2012

તાસીર


ક્યાં છે એવો કોઇ
જે ન હોય ડૂબેલો કરજ મા,
નથી કોઇ દીઠો એવો
જે ન હોય કોઇ ગરજ મા,
વીણા તુટી છે શરીરની તોય,
આતમ રહે છે તરઝ મા…ક્યાં છે એવો
તબીબો ને કોણ સમજાવે કે,
મસ્ત છે મજનું ઇશ્કના મરજ મા…ક્યાં છે એવો
મૌત બાદ વીચાર્યું કે હું,
ચુક્યો છું શ્વાસ લેવાની ફરજ મા…ક્યાં છે એવો
ખુદ્દારોએ ખુદ ખાધી છે ફાંસી,
નથી માંગ્યુ મૌત કદી અરજ મા…ક્યાં છે એવો
મને તો મળેછે શ્યામ શબ્દમા,
શી જરુર જવાની વરજ મા…ક્યાં છે એવો
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર રચિત

No comments:

Post a Comment