Google Search

Sunday, July 29, 2012

ૠજુતા


રાત દીન ધખુ છું,
તેથી કવીતા લખું છું…
ત્રાસ જીવનના સહુ છું,
અને પ્રાસ નવા રચું છું…
ઊંડી ખાઇ મા પડુ છું,
ઊડાણપુર્વક લખું છું…
અડ્ધુ પેટ જમું છું,
સર્જન ભરપેટ કરું છું…
અંધારા આંખે ભરું છું,
કલ્પના રંગીન કરું છું…
ચૌધાર આશું રડું છું,
ભીનાશ એમા ભરું છું…
પૈસા બે-ચાર રળુ છું,
શબ્દ્થી લીલા લહેર કરું છું…
ખૂબ અન્યાય સહું છું,
પણ ન્યાય વિષયને કરું છું…
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત 

No comments:

Post a Comment