હુ એક પંખો છુ
લોહ બ્લેડો ધારી
ગોળ-ગોળ ફરતો
ને સતત ઘુમતો
સતત જલતો ને
શિતળ હવા વેરતો
શીળી હવાના ઘેનમાં
સૌ સુઇ રહ્યા મોજમાં
પણ મારૂ પેટાળ
ધગધગતી આગમાં
ભભુકી રહ્યુ છે
કોઇ ઊંઘમાંથી ઊઠીને
પ્લિઝ….જરા….
સ્વિચ ઓફ કરશો.
લોહ બ્લેડો ધારી
ગોળ-ગોળ ફરતો
ને સતત ઘુમતો
સતત જલતો ને
શિતળ હવા વેરતો
શીળી હવાના ઘેનમાં
સૌ સુઇ રહ્યા મોજમાં
પણ મારૂ પેટાળ
ધગધગતી આગમાં
ભભુકી રહ્યુ છે
કોઇ ઊંઘમાંથી ઊઠીને
પ્લિઝ….જરા….
સ્વિચ ઓફ કરશો.
- પરેશગિરિ ગોસ્વામી – જુનાગઢ
No comments:
Post a Comment