આ રીતે તુ જાતને ના તંગ કર
લે ઉભો થા ઊઠ ને સત્સંગ કર
ક્યારની આ મેનકાઓ નાચ્યા કરે
આંખ ખોલી જો, તપસ્યા ભંગ કર
વૈતરા કરતા કદી વૈભવ મળે?
કર હવે કૌભાંડ અને સહુને દંગ કર
રાસ-લિલા ના કરે તો કઇ નહિ
પણ મનોવૃતિને ના બજરંગ કર
ભિતરે ચાલે મહાભારત સતત
લે ગિતાનો પાઠ કર ને જંગ કર
આ જગત તો મિણ છે પિગળી જશે
હે ’ગિરિ’ તુ શબ્દોથી ના વ્યંગ કર..
- પરેશગિરિ ગોસ્વામી
No comments:
Post a Comment