આ અમદાવાદના ટ્રાફિકમા આવા જવાનું રહે છે,
ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી “કટ” મારવાનું રહે છે;

“પેલો” ઘુસ મારે એની પેલા ઘુસી જવાનું રહે છે,
કોક ના ડોડા, તો કોક ની ગાળો ખાવાનું રહે છે;

ઓલ્યા ટ્રાફિક પોલિસની બાજ નજરથી બચવાનું રહે છે,
અને પકડાઈ ગયા તો ૫૦ નહિ ૨૫ એવો “તોડ” કરવાનું રહે છે;

BMW ના રોલા જોઇને સાલુ પસ્તાવાનું રહે છે,
મજૂરી કરતા સાઈકલ સવાર પર દયા ખાવાનું રહે છે;

આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનુ રહે છે,
જેનું કારણ મોટે ભાગે તારાથી દુર થવાનું રહે છે;

રુચિકર તારી વાતોમાં ખોવાઈ જવાનું રહે છે,
પ્રાણપ્રિયે તારી આંખોમાંથી અમૃત પીવાનું રહે છે;

કાળી અંધારી રાતમા મૃગજળના મોતી શોધવાનું રહે છે,
આ “ભાર્ગવ”ને કાળાં માથાઓની ભીડમાં, બસ માણસ શોધવાનું રહે છે;

આ અમદાવાદ ના ટ્રાફિકમા…
- ભાર્ગવ દવે
No comments:
Post a Comment