Google Search

Thursday, July 12, 2012

છે મને.

કાંટાઓની ક્યાં વાત કરો છો તમે,
કે ફૂલો પણ હવે ડંખે છે મને,

ભાગી જાઉ છું ભીડ જોઇને હું,
કે એકલતા જ સમજે છે મને,

એક જ વાક્યમાં કહીં દઉં આખી જિંદગી મારી,
પણ શરૂઆત જ એ પૂર્ણ વિરામથી કરાવે છે મને,

જીતી જાઉં બધી જ બાજી એની સામેની,
પણ એ જ સાથે રહીને હરાવે છે મને,

કહી દઉં બધાને કે શું હકીકત અને શું જુઠ્ઠાણું છે,
પણ બોલવાને જાઉ છું ત્યારે એજ મુંગો બનાવે છે મને,

ડરના માર્યા હું નામ જ નથી કહેતો કોઇને હવે,
પણ એ જ બોલી બોલીને બદનામ કરે છે મને,

કરું હું પુણ્ય હંમેશ આ જગત માટે,
પણ એ જ બનાવીને જાલીમ પાપ કરાવે છે મને,

સમજી નથી શકતા લોકો મારી વાક્ય રચનાને હવે,
કારણ એ જ આવી અઘરી વાક્ય રચના લખાવે છે મને,

સમજી નથી શકતું જગત હવે મને,
કારણ કે એ જ નાસમજ બનાવે છે મને,

હજુ પણ લખી દઉં પુસ્તકોના પુસ્તકો આ કવિતા ઉપર,
પણ એ જ કલમની શાહી ખુટાડી થોભવે છે મને.

No comments:

Post a Comment