Google Search

Thursday, July 12, 2012

Poems In Gujarati

કોણ માનશે-મોહમ્મદઅલી ભૈડુ”વફા”

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની અંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?



-------------------------------------


ત્રુષા*મોહઁમદઅલી ભૈડુ ‘વફા”

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે ત્રુષા,
કઁઇ ઘૂઁટડા એ વેદના પીજાયછે ત્રુષા,

ત્રુષિત હ્રદયની આંખમાઁ છઁટ્કાયછે ત્રુષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે ત્રુષા.

એહો હરણનાઁ કઁઠમાઁ ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાયછે ત્રુષા.

પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ,
મોતી મહેકના શોધતી પડઘાયછે ત્રુષા,

આ વિરહ રાતે , મુજ ખૂનના કાંઠે વહી જઇને ,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે ત્રુષા.

વરસે સતત મેહૂલથઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાયછે ત્રુષા,



----------------------------------------


દ્રષ્ટિ પ્યાર ની. *મોહમ્મદ અલી ભૈડુ”વફા

સળવળે છે ,આળઝુ આ વસ્લે, યારની.
યારબ ઘડી, છે કઠિન ઇઁતેજારની.

જ્યારથી દર્શન થયાઁ છે હોશ કઁઈનથી,
ગઇ વધી ધડકન દિલે આ બેકરારની.

હોઁશથી પીધા કળીએ જામો અશ્રુના ,
જોઇલો ફૂલો ઉપર શબનમ સવારની .

કંટકની સાથે નિશ્ચે સાઝિશ કરી હશે,
પાનખર કરતે નહીઁ કતલો બહારની.

ફૂલ પણ આવી તમે ઊઠાવી ગયાઁ.
કેવી રૂસ્વાઇ કરી મારા મઝારની



------------------------------------


દીવાલો - મોહઁમાદ અલી ભૈડુ”વફા”

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.

તમારી યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.



------------------------------------------------


પથ્થર તરી ગયા.*મોહમ્મદ અલી ભૈડુ,વફા”

ઓથ તરણા નુઁ લઈ પથ્થર તરી ગયા.
ને સિતારા આભથી પોતે ખરી ગયા.

આશના ઝાઝવા લઈ બેસી રહ્યાઁ તા એ,
સાગર આખાને અમે ગાગરમાઁ ભરી ગયાઁ
 



-------------------------------------------------------


ઝાઁઝવા-મોહઁમદઅલી ભૈડુ”વફા” 

ઢોલયા હૈયા તણા કયાઁ ઢાળવા.
આઁખમા ફૂટી રહ્યાછે ઝાડવાઁ.

દ્વાર તારુઁ ભૂલથી થોકુઁ નહી
શુઁખબર વાસી નદે તુ બારણા.

ભૂલવાનો ઢોઁગ તો સાથે કર્યો,
આઁસુના ઝૂલી પડયા ત્યાઁ પારણા.

હુઁગુનાનો ભાર લઇ આવીશ ખરો ;
બખશિશ તણી લઇ બધીયે ધારણા.

ને”વફા:કવિતા હવે કયાઁ શોધવી,
શબ્દના ઊગી ગયાછે ઝાઁઝવા



--------------------------------------


તઝમીન_મોહમ્મદ અલી ,વફા

લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!

- મરીઝ


ગાલગાગા,ગાલગાગા,ગાલગા

આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ
બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!

_મોહમ્મદ અલી,વફા,


બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી

- બરકત વીરાણી ‘બેફામ’


ગાગાલગા,ગાગાલગા,ગાગાલગ,લગા

આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તાતણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી

_મોહમ્મદ અલી,વફા,


રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

જનાબ ‘રાઝ’ નવસારવી


નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

_મોહમ્મદ અલી,વફા,


ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

જનાબ અમૃત ‘ઘાયલ’


ગાગાલગા, ગાગાલગા,ગાગાલગા,લગા

એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

_મોહમ્મદ અલી,વફા,



------------------------------------


તઝ્મીન

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી
.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
*સીરતી


છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.


કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
*સીરતી


શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.
નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.
જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
તઝ્મીન: *વફા


મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

*સીરતી


હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

તઝ્મીન:*વફા



એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ

એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

.આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુઁટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી.

તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’



--------------------------------------------


છૂટી જવુઁ._મોહમ્મદ અલી ભૈડુ,વફા,

ગઝલ

હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.

વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .

ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.

કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.

પ્રેમનો હિમાળો ગરમાયો નહીઁ,
રૂપનુઁ સુરજ બની વરસી જવુઁ.

વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.



-------------------------------------


હસતો રહ્યો *મોહમ્મદ અલી ભૈડુ’વફા’ 


એજ તારા બે વજન હુઁકાર પર હસતો રહ્યો,
જે ગયા તૂટી વીણાના તાર પર હસતો રહ્યો

નામ લઇ અલ્લાહ નુઁ ફાઁસી ઉપર લટકી ગયો
તેઁ કરેલા ખોખરા એ વાર પર હસતો રહ્યો 



--------------------------------------


શુઁ થયુઁ*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

છુપાવી રાખેલ તે ચહેરાનુઁ શુઁ થયુઁ.
હૈયે કરે લા ઘાવ તે ગહેરાનુઁ શુઁ થયુઁ.

કઈરીતે આ આંખે ચોરી કરી લીધી,
રાત દિન આંખના પહેરાનુઁ શુઁ થયુઁ. 



--------------------------------------


કદી*મોહમ્મદઅલી ભૈડુ’વફા’

રંગીની બધી વાત પર હોતી નથી કદી.
રેખા બધી કઁઈ હાથ પર હોતી નથી કદી.

મહેનતના ઝરૂખામા છે તકદીરની ચાવી,
વૈભવ તણા ઘાટ પર હોતી નથી કદી.



--------------------------------------


ધરા ઓછી પડી*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

એકદમ ખુલતાઁ નથી ક્યાઁ આ બારણા
દસ્તક મુકદ્દર દ્વારપર ઓછી પડી

ગામ ઘર ને દેહ છોડી ભાગી ગયો
હા’વફા’ એને ધરા આ ઓછી પડી



---------------------------------------


એક ભાડાનુઁ ઘર*મોહમ્મદઅલી ભૈડુ’વફા’ 

ગઝલ

દેહનુઁ આ તો નગર
એક ભાડાનુઁ છે ઘર

સ્થળ બદલાયા કરે
રૂહ એની છે અમર

પ્યાસમાઁ શેકાયલી
આઁખ છે ચકર વકર

આભમાઁ ચોઁટી ગયો
એક મુફલિસનો અધર

શરમની ખીલી કળી
થઇ ગઇ નીચી નજર

હાથ શુઁ દિલ પણ ઉઠે
આપતુ માગ્યા વગર

રંગ પણ મળશે અસલ
ચીર લેઆ દિલ જિગર

હુઁ ‘વફા’આપી દઇશ
તુઁકદી તો હાથ ધર
 



------------------------------------------------------


અધુરુઁ મૌન

મુકતકો

હોઠ તો ફફડી ઉઠે પણ શબ્દ ના ફૂટે
જીભથી સંકોચનો પાષાણ ના ફૂટે

છે અધુરુઁ મૌન એ ના બોલવુઁ ના ચુપ
વાત કહેતાઁ કઁઇનથી ને વાત પણ ના ખૂટે


બદલુઁ છુઁ

મુકતક
કદી હુઁ દેશ બદલુઁ છુઁ કદી હુઁ ગામ બદલુઁ છુઁ
કદી હુઁ વેશ બદલુઁ છુઁ કદી હુઁ નામ બદલુઁ છુઁ

કદી કો’રૂપમાઁ શોધી નહીઁ શકશો તમે મુજ્ને
કદી હુઁ રંગ બદલુઁ છુઁ કદી હુઁ રાગ બદલુઁ છુઁ

*મોહમ્મદઅલી ભૈડુ’વફા’



---------------------------------------------


છે વાર્તા*મોહમ્મદઅલી ભૈડુ,વફા’

સાકી સુરા ને જામની છે વાર્તા.
બેકસ અને બદનામની છે વાર્તા.

લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ
દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા

દીપક પતંગા નુ મિલન પણ જોઇ લો
મહોબ્બત ના અંજામની છે વાર્તા.

લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની,
મહોબ્બત મા નાકામની છે વાર્તા.

ચાલો ‘વફા’હૈયા મહીઁ સંઘરી લો,
ભીઁજાયલી એક શામ ની છે વાર્તા.
 



-----------------------------------------------------------------


ગઝલ

સતત સાથે રહીમ્હેક્યો નહીઁ આ તો સબઁધ કેવો
કળી ખીલી પણ તુ ખીલ્યો નહીઁ આ તો સબઁધ કેવો

હજી આ પ્યાસ તો સુરજ મુખીની અકબઁધ ઊભી છે
સુરજ સાઁજે તુઘર ફર્યો નહીઁ આ તો સબઁધ કેવો

ચમકતી ચાઁદનીમાઁ કેટલા ખરતા રહ્યા તારા
અને ઓ ચાઁદ તુ ખર્યો નહીઁ આ તો સબઁધ કેવો


અમે ડૂબી ગયાઁ,તા એમની આઁખો તણા જળમાઁ
અહમ એનો છતાઁ ડૂબ્યો નહીઁ આ તો સબઁધ કેવો

સતત એની હજૂરીમાઁ ‘વફા’ઝૂકવુઁ જરૂરી છે
નમાઝોમા પણ તુ ઝુક્યો નહીઁ આ તો સબઁધ કેવો
 



---------------------------------------------------------------


રેશમના તાઁતણાની જઁઝીર જોઇલે
મેહઁદી રચેલા હાથમાઁ તકદીર જોઇલે

આવીગયાઁ છે આજ એ એનો જવાબ લઈ
જોઈલે આજે વફા તસ્વીર જોઈલે


*મોહમ્મદઅલી ભૈડુ,વફા,



----------------------------------------


કેવી ખુદાની શાન કે કિસ્મત ફળી ગઈ
મારી સુરાહી જામમા રહેમત ભળી ગઈ

પાપોતણા કો કાફલા જ્યાઁ શોધતો રહ્યો
એહ્સાન મારા રબનો કેતૌબા મળી ગઈ

મોહમ્મદઅલી ભૈડુ’વફા’ 



------------------------------------------


ગઝલ

એની મળી સહુને ખબર એના જવા પછી.
કેવા થયા સહુના હસર એના જવા પછી.

આબાદ મધુ શાળા અને મહેફિલ મિત્રોની હતી
સહરાય ગઇ સહુની નજર એના જવા પછી.

વરસી રહી,તી ચાઁદની ઝુલ્ફો ઉપર રાતની
શુષ્ક ધરા ના છે અધર એના જવા પછી.

ભટકી રહી,તી જીઁદગી અઁધકારમાઁ સાકી
પૂરી હવે થઇ છે કસર એના જવા પછી.

એનો રહ્યો છે વસવસો ચાલ્યાઁગયાઁ એ કયાઁ
રડશે વફા મારી કબર એના જવા પછી.



------------------------------------------------


વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
-રમેશ પારેખ



-------------------------------------------


વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’ 


ગઝલ

ખોટી થઇ ફરિયાદ કે વરસાદ ભીઁજવે
ઉભાઁ હૈયા ફાટ કે વરસાદ ભીઁજવે

આમ સુકાવાની ઉતાવળ તને કયાઁ થઇ
સૂરજ ને દો ન સાદ કે વરસાદ ભીઁજવે

અવસર સદા કયાઁ સાપડે કે ભીઁજતા રહે
ગમતી મળી છે માત કે વરસાદ ભીઁજવે

હૈયાઁ તો મૃદુ રહ્યાઁ ને તન આ ટાઢુ બોડ
ગરમાવો પ્રેમ વાટ કે વરસાદ ભીઁજવે

ચઁપાઈ બે ખગ ગયા કે એક છે જાણે
દિલનો ઉતારો થાક કે વરસાદ ભીઁજવે

પાલવને તે લાજના વળગી પડયાઁ ‘વફા,
માઝમ છે કાળી રાત કે વરસાદ ભીઁજવે



-----------------------------------------------


જળમાઁય કોતરે છે શુઁ?
ખુદનેજ છેતરે છે કે શુઁ?

તુજમાઁ મઢાયલો છુઁ હુઁ
પણ મુજનેજ વેતરે છે કે શુઁ


*મોહમ્મદઅલી ભૈડુ’વફા,



----------------------------------------


જામછે.*મોહમ્મદઅલી ભૈડુ’વફા’

તારી પાંસે નામ છે,
મારી પાંસે કામ છે.

વિખવાદ ખાલી એટલો,
ખાલી તારુઁ જામછે.



-----------------------------------------


આવડયુઁ
પીતાઁ ન આવડયુઁ લઠડતાઁ ન આવડયુઁ
આ ઝેર પીને યે તને મરતાઁ ન આવડયુઁ

મેળવણી કઁઈક કરી હશે રણાએ ઝેરમાઁ
મીરાઁ તને પણ ઝેર પારખતાઁ ન આવડ્યુઁ
 



--------------------------------------------------------------


ગાઁધી*મોહમ્મદઅલી’વફા’

મર્સિયો

કેટલો તુજને અમે છેતર્યો ગાઁધી
તારીજ અહિઁસાથી કોતર્યો ગાઁધી

જ્યાઁ મળ્યો મોકો છેદી તને દીધો
ગોડસેની ગોળીએ વેતર્યો ગાઁધી

દેશમાઁ રહીને અમારા સાચુઁતુઁ બોલ્યો
ત્રણ ત્રણ ગોળીઓથી નીતર્યો ગાઁધી

તે પછી ગાઁધીતને બાપુ બનાવ્યો
અઢળક ખાદી આઁટીએ સોઁતર્યો ગાઁધી

હેબતાઈ ગયા ;વફા’ભક્તો ગાઁધીના
કોઇ વાતમાઁ ન કોઇએ જોતર્યો ગાધી
.



--------------------------------------------------------------


હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો
રોકે જો નફરત કી આઁધી
તુમમેસે કોઇ ગોડસે હોગા
મરના હો તો હોગા ગાઁધી

પ્યારકી રાહ દીખા દુનિયાકો



---------------------------------------



આ દિવસ સદા નહિ રહે - એક દિવસ બધા એ ઈશ્વર પાસે જવાનું છે.


જીંદગી જેટલી જીવવી હોય જીવી લો. જીંદગી ની પળ પળ મન થી માણી લો.


લી. દિવ્યેશ પટેલ.

No comments:

Post a Comment