Google Search

Tuesday, August 7, 2012

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)


જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.
રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.
મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.
બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગીરશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

- ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ

No comments:

Post a Comment