જીવનમાં વિસામો ના હોય તો જીંદગી
ભાર રુપ લાગવા માંડે છે.
એક નાનકડું બીજ અંકુર બને, વૃક્ષ થાય અને કેવા વિસામા
જગત ને મળે…..
છંદ વિધાન ..ગા ગા ગા લ ગા લ ગા ગા ગાગાગાલ ગાલ ગાગા
—————-
જોને કેવું બીજ સંવરતું સ્વપ્નસું વટવૃક્ષે
ને કોમલ અંકુર દે વૃક્ષના છત્ત્રર વિસામા
બાલેન્દુ હું બીજ ઘેલી ઘૂમતી પૂનમ થવાને
રાસે રમતી ચાંદની દે સર્વને અંતર વિસામા
જોને સૂરમાં મગન ચિત્તડું ગૂંથતું સરગમ તાલે
વેણુ નાદે લીન રાધાને હૈયે જંતર વિસામા
વેદના ભરી દૃષ્ટિ સંતની દ્રવતી આ સંસારે
ને કરુણા તું બક્ષતી હૂંફાળા સ્નેહલ વિસામા
જ્યાં પરખાયા પાવન જ્ઞાન ત્યાં પ્રગટતું તીર્થ
ચાલ્યા પાય પરમાર્થે ત્યાં સર્વદા મંગલ વિસામા
જોડાયા ક્ષણક્ષણ તો દિસંત અનંત કાલચક્રે
બૂઝ્યા ‘ દીપ અટકી યાત્રા તો આખર અક્ષર વિસામા
- રમેશ પટેલ(આકાશદીપ)
No comments:
Post a Comment