Google Search

Tuesday, August 7, 2012

એક વાર કાન ને તાવ આવ્યો


એક વાર કાન ને તાવ આવ્યો
માતા જશોદાને ચિંતા માં લાવ્યો
જશોદા ગયા વૈદ ને ઘેર
કાન પર કોણ આ વાલે વેર
વૈદે આવી ને ઉપચાર કર્યો
માતા જશોદાને કાને ધર્યો
કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ
કાન નો તાવ કરે પલ માં દુર
નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ
પછી તો તાવ કેમ થાય દુર
માતા દોડી ગયા રાધા પાસે
આહીથી મળશે એવી આશે
વાત સંભાળતા જ રાધા એ આપી રજ
માતા જશોદાને મન માં થયું અચરજ
પ્રભુ ને તું પગની ધૂળ આપીશ
પછી તો તું નર્ક ને પામીશ
રાધાએ કહ્યું પ્રેમ આમારો સાચો
એકબીજા માટે ત્યાગ આપનારો
હજારો નર્ક માં ભલે હું પડું
મારા પ્રિયતમ ને સાજો હું કરું
લઇ ગયા જશોદા ચપટી ધૂળ
કાન નો તાવ થયો પલ માં દુર
સાચો પ્રેમ એ જ કહેવાય ‘હોશ’
જેમાં બલિદાન ની ભાવના સમાઈ
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

No comments:

Post a Comment