Google Search

Friday, August 10, 2012

મરી પરવારી



ખુરશી ની ખેંચતાણી ને સત્તાની સાંઠમારી છે
હડીયો કાઢતી મોંઘવારી ની હાડમારી છે

આંતક ને આતમ નો આલમ છે
બંદુક ની ગોળીએ વીંદ્યાતી ચીસોની ચિત્કારી છે

લાશો ના ઢગ ખડકી દેવાય છે, દેશનો ટુકડો લેવા
સુલેહથી સુલઝાવાની નાપાકની કયાં સમજદારી છે

નૌકરી ની શોદ્યમાં ભટકે છે દરબદર બેકારો
શનિ ની બેઠી પનોતીની સાડાબારી છે

ટેબલે – ટેબલે છે લાગવગશાહી
લાંચિયાઓની તાનાશાહી ની અમલદારી છે

કમર તોડતાં નિત્ય નવા વેરા ન કરવેરા
અમલદારો ને રાજકારણઓની દિવાળી પરભારી છે

ભૂખમરો ને દારુણ ગરીબીની દબાતી ચીસ
પણ બહેરાકાન ને જાડી ચામડીની અલગારી છે

દ્યૂણતી અંદ્યશ્રદ્વા ને વસ્તીનો વિસ્ફોટ
ભભૂકી ઊઠે તેવી સમસ્યઓની ચિનગારી છે

હાથ પર હાથ રાખી ઠાલા વચનો નો બેઠો બાદશાહ
તેને કટકી ને કૌભાંડોથી ભરી દીદ્યી આલમારી છે

‘પ્રવિણ’ ટેવાઈ ગયા જીવવાનું ઉછીના શ્વાસ લઈને
તેથી જ ખમીર ને ખુમારી લોકો માં મરી પરવારી છે

- પ્રવિણ કે.શ્રીમાળી

No comments:

Post a Comment