જુની-જાણીતી-ગેબી ગલીયોનું ગાઢ જંગલ કર્ણાવતી,
પુરપાટ દોડતું ફ્લાયઓવર અમદાવાદ થઇ ગયું..
ધંધા-લોકો પણ બદલાયાં કંઇક એ ગતિથી અહિં તો,
માણેકચોકની કટિંગ ચા નું કોર્પોરેટ બરિસ્તા થઇ ગયું..
સાબરમતીનાં સુકા પટ પર ચાલતા પહેલાં જ્યારે,
રેવા ભળતાં હવે,નદી પટ નું રિવર-ફ્રંટ થઇ ગયું..
કાંકરિયાનું અનેરુ રુપ ને “જનમાર્ગ” નું સુંદર માળખું,
તળાવ-નદી પછી ખખડધજ બસોનું મેકઓવર થઇ ગયું..
અહિં જ ઉગેલા નિરમા-રિલાયન્સનાં જગમગતાં સુર્યો ક્યારેક,
આજે તો શહેર દેશભરનું ફાર્મસી-હબ પણ થઇ ગયું..
વેપારી તો પાક્કા આપડે,પણ વિજ્ઞાનમાં ક્યાંક કચાશ હતી,
પહેલું પગથીયું માંડ્યું ને ઉભું સાયન્સ-સિટી થઇ ગયું..
દાદા કહે આપણા અમદાવાદની દશા છે એવી બેઠી,
જુની પેઢીયોનું જુનું કર્ણાવતી વાઇબ્રંટ-સિટી થઇ ગયું..
થવા દો હજી થોડો ઠાઠમાઠ અમદાવાદનો વડિલ!!
જુનું મનગમતું,પણ દરેક મન ક્યારનું ગ્લોબલ થઇ ગયું..
ભલે ને બદલાતી કર્ણાવતી તું અમદાવાદ થકી,
લાડકી રહિશ હંમેશ પછી જે પણ લુક તારું થઇ ગયું..
- ચિન્મય જોષી
No comments:
Post a Comment