Google Search

Wednesday, August 8, 2012

ભટકે!


કેડી અજાણ માંડે ચરણ-વનરાજી, સુગંધ, ટહુકા,હરણ..
ભટકુ હું વન સકળ , ને પછી મારામાં આખું વન ભટકે!
વર્ષા, મિલન બે ઘડી ને પછી યુગથી શુષ્ક જીવન,
જીદે ચઢે સ્મૃતિ, આ મન, ને નયનમાં સાવન ભટકે!
જમુના તટ, ડાળ કદંબ ને ઓલ્યાં વાંસલડીના સૂર,
મોહનની ભાળમાં વ્યાકુળ પવન, આખુંયે વૃંદાવન ભટકે!
ઘટના ઘટી એક ક્ષણ ને ફર્યા સૌ નકશા ને ઇતિહાસ,
જણવા ફરી એ ક્ષણ હવે ગગન -ત્રિભુવન ભટકે!
મદ સુ ઝરે કંઇ મસ્તકે ને ટપકે ગેબી ગઝલ,
ઝીલવાં અવાક અક્ષરો અહી કેટલાં કવન ભટકે!
-ગુરુદત્ત ઠક્કર.

No comments:

Post a Comment