Google Search

Friday, August 3, 2012

ત્રણ કાવ્યો


[1]
લાગણી એટલે
માળામાં રહેલા
ચકલીનાં બચ્ચાંની ચાંચમાં
રહેલી
ચકલીની ચાંચ !!!
[2]
ચાલ,
વરસતા વરસાદમાં
શહેરની સડક પર
જઈ પલળીએ,
શક્ય છે
કોઈ ‘માણસ’ મળી જાય.
[3]
મારા ઘરની બારી પર બેસીને
‘કા….કા….’ કરતા કાગડાને જોઈ
મને થયું:
‘ચોક્કસ આજે મહેમાન આવશે.’
હું ફટાફટ ઘર બંધ કરી
પ્હોંચી ગયો
શહેરની બીજી સોસાયટીમાં
રહેતા મારા પરિચિતને
ત્યાં
મહેમાન થઈને !?!
– શરદ કે. ત્રિવેદી

No comments:

Post a Comment