આજકાલ પેપર જ્યારે ખોલ્યું,રિસેશનનું મથાળું ચમક્યું,
નોકરી ગઇ-ધંધા ગયા,શેરબજારનું ગાડું પણ અટક્યું…
યુવાનોમાં હાહાકાર અને વેપારીઓ છે ડામાડોળ,
નેતાઓનાં ઠાલાં વચનોથી વાતાવરણ છે ઝોલંઝોલ્…
રુપિયો ગગડ્યો-ડોલર બગડ્યો-મંદી મારતી જાય,
તોય પાછી નેનો ની માંગ હર દિન વધતી જાય…
મંદી-મોંધવારીથી જ્યારે પ્રજા ત્રસ્ત થતી લાગી,
ત્યારે જ કોઇ રોગચાળાએ વધું સ્થિતી બગાડી…
રિસેશનનાં આ યુગમાં પણ ધંધો એક જામ્યો,
હોસ્પિટલનાં મંદિરનો શંકર વધું ભક્તજન પામ્યો…
આજે નહિ તો કાલે રિસેશન ઘેર જાશે,
ધંધા પાછા ફૂલશે-ફાલશે નોકરીઓની મ્હેર થાશે…
આવી રડતી-હસતી છે રિસેશનની કહાણી,
આતુરતાથી રાહ જુએ સૌ આવે એના વળતાં પાણી…
- ચિન્મય જોષી.
No comments:
Post a Comment