Google Search

Wednesday, August 8, 2012

એક શમણું એવું આવ્યું..


સાક્ષાત્કાર ની એ ક્ષણે પ્રભુ સામે ઊભા,
વરદાન ની પોટલી ખોલી માંગવાનું કહી બેઠા..!
ગહન વિચારી એમની જોડે સમય પાછો માંગ્યો,
એમને રિઝવતા ગયેલો સમય હવે માણવો લાગ્યો..!
પ્રભુ તાડુક્યા આ તે શું માંગ્યુ મુર્ખ!?
મે કિ’ધુ સમજો પ્રભુ! એ જ મારું દુખ..!
તમને ચાહું એટલો મારા જીવન ને પણ ચાહું,
વિતી ગયેલા ક્ષણો તો હું પાછો કેમ ના માણું??
પ્રભુ મુંઝાયા અલ્યા તો તે તપ શા’ને કર્યો?!
છતે સુખે મને ખોળવા નાહક નો મર્યો!.!
તમને જોયા પછી હવે દિલની મુરાદ પુરી..
આપો પાછો સમય એ વિના જીવન-જાત્રા અધુરી..!
તપશ્ચર્યા એ મારા બચપન-જુવાની એવા ખાધાં!!
તમને જોઇ ને સફળ થયો હવે જીવવું સિધા-સાદા..
પ્રભુ ઉવાચ ભક્ત આ કેવિ માંગ કરિ..!
ધન આપું-સૌંદર્ય આપું વિચારી જો ફરિ..
કહ્યુ મેં પ્રભુ મારું આયખું હવે બાકી પંદર વર્ષ,
એમા શું કરું ધન ને સૌંદર્ય નું હું એકલો પરવશ..!
હસતા પ્રભુ તથાસ્તુ વદયા સમય નથી પાછો આપતો..!
બાકી નું આયુષ્ય તુ સુખ-શાંતિ મા છો’ને કાપતો..
ત્યારે જ જાગ્યો શમણાંમાંથી અને વળી એક કળ,
નક્કી કર્યું ઊજવિશ હવે જિંદગી નો પળે-પળ..
- ચિન્મય જોષી

No comments:

Post a Comment