આવી આવી આવી ઉત્તરાયણ આવી,
તલ સાંકડી, ચિકીને મમરાના લાડુ,
ચટાકેદાર ઊંધીયાની સોડમ સાથે લાવી,
પીલાવ્યો માંજો, પતંગ તૈયાર બાંધી કીન્ના,
રાહ જોઈ રહ્યા ડીજે ના તાલે કરવા તાગડ ધીન્ના,
ધાબુ વાળી ધોઈ કર્યુ ચોખ્ખુ ચણાક,
ટોપી ચશ્મા નવા કપડા પહેરી થઈ ગયા ફુલ ફટાક,
રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી,
ક્યાંક ખૂણામા છુપાઈ ને પિંકી ખાય ચિકી,
પેચ લડાવી ને જોર થી ખીચ મારી,
“એ કાયપો છે ” ની પપ્પુ એ બૂમ મારી,
પતંગ ના તો ક્યાંક આંખોના લડે પેચ,
એ થોડી ઢીલ મૂકે તો તુ જોર લગાવી ને ખેચ,
આવ્યો સંક્રાતિ નો અવસર આ રૂડો,
સાચવીને મિત્રો તહેવારનો આનંદ તમે લુટો,
સૂરજદાદા ના ગુણકારી કીરણો સાથે લાવી,
આવી આવી આવી ઉત્તરાયણ આવી.
- જૈમિન મક્વાણા- “બદનામ”
No comments:
Post a Comment