Google Search

Friday, August 3, 2012

ૠત–ચક્ર


અમાસની આ અજવાળી રાતને
વીતી જતી જોઈ રહું; થતું કે,
ગૈ કાલની હોય ન વાત જાણે !
હેમંત–શીષીરની હુંફ–શક્તીથી
ફુલી, ફળી કેવી વસંત–સ્પર્શે !
ઘડાઈ જે ગ્રીષ્મ તણા પ્ર–તાપે,
સમૃદ્ધ વર્ષા–જલસીંચને થઈ –
તે બારમાસી અવ શારદીને
સોંપી બધું, વર્ષ નવું વધાવે !
વીશ્રામ ના આ ૠતુચક્રને કદી,
ઘુમાવતું સૃષ્ટી સમસ્તને રહે –
સાતત્ય એનો ૠત–મંત્ર આગવો.
વીતી ગયું આ વધુ એક વર્ષ;
ઉગ્યું નવું, સ્વાગત હો સહર્ષ.
— જુગલકીશોર.

No comments:

Post a Comment