અહિંસાવાદી વિચારસરણી ખુબ મુસીબત લાવી,
કાયરતા હવે અહિંસાનો ડાગલો પેહેરી ફાવી…
ભૂલી ગયા ઈતિહાસ સૌ શિવાજી-ટીપુ-રણજીતસિંહનો,
ઘર કરિ ગયો અહિંસાનો કાયર વાયરસ ગાંધીનો…
મુગલ મર્યા- અંગ્રેજ ગયાં દેશ આઝાદ થયો લાગ્યો,
હમણાં મોડે ભાન થયું,પછી અહિંસાનો દોરદમામ આવ્યો…
અહિંસાના સગવડીયા સ્વભાવથી જ્યારે બધા છે રાજી,
શૂરવીરતા ત્યારે હિંસાખોરી નું લેબલ લઈને લાજી…
હિંસા-અહિંસા એ કુદરતનો નિયમ-સિક્કાની બે બાજું,
તોય પચાસ વર્ષ વગાડ્યે રાખ્યું કાયરતાનું વાજું…
મસ્તક વાઢ્યું-હાથ જખ્મી ભારત લોહીલુહાણ,
સૌ બાજુથી દુશ્મન ઘેરી માર્યે રાખે બાણ..
આંગળી ઉગારે તો હાથ કાપોની નિતી જલ્દી કોઇ લાવો,
ભારતમાતાને નહી તો કોરિ ખાશે ચિનો-પાકો બાવો..
રશિયા-અમેરિકા-બ્રિટન બધાં ડફણાં મારે રાખે,
ભારતને આ ત્રિપુટી બોડી બામણીનું ખેતર ભાખે…
લે બોઘું ને કર સિધું કંઇક એવુ કરવુ પડશે,
એવું કરવા જતા પાછી અહિંસાની કાયરતા નડશે..
જનાક્રોશ જ્યારે એક અવાજે બનાવટી અહિંસા ફગાવશે,
ગાત્રો ગળશે દુશ્મનના ત્યારે શુરવિર હિંસા ભગાવશે…
હદ થયી,નિષેધ કરો હવે નિર્બળતાની અહિંસા,
પળ ભર પણ સમ્માનથી જીવે જયઘોશ કરતી હિંસા…
- ચિન્મય જોષી
No comments:
Post a Comment