Google Search

Wednesday, July 4, 2012

આ મારા પોતાના લખેલા વિચારો છે.


પ્રિય આત્મીય,

લોકો કહે છે કે આ દુનિયા માં બધા જ પ્રોબ્લેમ નું કારણ પેસો છે.
પરંતુ લોકો ને એ ક્યાં ખબર છે કે
પેસો એ પ્રોબ્લેમ નથી
પણ તમારી પાસે પેસા નથી એ પ્રોબ્લેમ છે.

તમારે બીમાર નથી પડવું અને તમારે સ્વસ્થ રેહવું છે એમાં તમને કોઈ તફાવત દેખાય છે?

દરેક લોકો ને કઈ ને કઈ પ્રોબ્લેમ હોય છે અને મોટા ભાગ ના લોકો પ્રોબ્લેમ પર ફોકસ વધારે કરે છે.
પરંતુ બહુ જ ઓછા લોકો પ્રોબ્લેમ ના સોલ્યુસન પર ફોકસ કરે છે.

ભગવાન ની મૂર્તિ એક પથ્થર જ હોય છે
પરંતુ એક શિલ્પકાર તેને મૂર્તિ બનાવે છે.

તમારે લોકોની જેમ પથ્થર જોવો છે કે પછી
શિલ્પકાર ની જેમ પથ્થર માં પણ ભગવાન જોવા છે.

તમને એ જ દેખાય છે જે તમે જોવા માંગો છો.

સફળ વ્યક્તિઓ એ હમેશા સફળ કેવી રીતે થવું એ વિષે જ વિચાર્યું હોય છે.
નહિ કે અસફળ થવા વિષે કે રસ્તા માં આવેલી તકલીફો વિષે.

કેવાનો ભાવાર્થ એ છે કે

જીવન ને જોવાની તમારી દર્ષ્ટિ કેવી છે એના પર થી જ આપની ગતિ નક્કી થાય છે
અને આપડે પસંદી કરેલા માર્ગ પર કરેલા કર્મ થી આપડું ભાગ્ય નક્કી થાય છે.

આપનું ભાગ્ય આપણા હાથ માં છે.

પસંદગી કરવી એ  આપણા   ઉપર છે. કેવી દર્ષ્ટિ થી જોવું એ  આપણા  હાથમાં છે.

લોકો જમીન માં વાવેલા બીજ ને જુવે છે
પરંતુ એક અનુભવી ખેડૂત એ બીજ માંથી ઉગેલા છોડ ને જુવે છે.
જેના માટે ધીરજ હોવી જરૂરી છે. એક સારા સ્વપ્નદ્રષ્ટા બનો
અને સારા દર્ષ્ટિકોણ થી આપડે આપદા જીવન ને જોવું જોઈએ.

કોઈને ગુલાબ દેખાય છે તો કોઈને કાંટા દેખાય છે.
કોઈને કમળ દેખાય છે તો કોઈને કીચડ દેખાય છે.

આ મારા પોતાના લખેલા વિચારો છે.

લી.
દિવ્યેશ પટેલ.

No comments:

Post a Comment