જઇ રહ્યો હતો મળવા મુજ પ્રિયતમા ને…
ને… રસ્તે પથ્થર કો’ક આવ્યો…
મારી લાત હડસેલીને એવા અણગમાને…
જવા દો વાત યાર પથ્થર ની…
…વાત કરીયે મુજ પ્રણય ની…
થોડા દિન વિત્યા ન વિત્યા ત્યાં થઇ શરુઆત મુજ વિરહ ની…
મુજ જીવનસાથી મુકી ગઇ મને એક્લો …!!!
રે..રે… ના.. ના… ભુલ્યો… સાથે દુખ દર્દ નો પણ રસેલો…!!!
જઇ પાસ ના દેવળમાં બે હાથ જોડી આંખો બંધ કરી માંગી એની જ આશ…
આંખો ખોલી જ્યારે ત્યારે પ્રભુ હસતો હતો…જાણે મને જ કઇક કહેતો હતો…
‘વળી લાત મારવા તો નથી આવ્યો ને…?’
ભુતકાળના સંસ્મરણોને ફંફોડયા….સમજતા ના વાર મુજને લાગી…
જે પથ્થર ને એક દિ મારી હતી લાત….
એ જ પથ્થર ના આજ હું ઉભો હતો દ્વાર…
કારીગરના હાથમાં જઇ કર્યો એણે એના જીવનનો ઉધ્ધાર
એક રજળતા પથ્થર નો ભગવાન થઇ ગયો…
ને ‘અંકુર્ તુ માનવી માનવ નહિ ને ખુદ પાષાણ થઇ ગયો…
!!!
- હસમુખ ધરોડ ‘અંકુર’

No comments:
Post a Comment