Google Search

Friday, August 10, 2012

યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ



યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ,
પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં.

ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત ‘દિ,
છે કઠણ પણ કેટલું – કેવું રડે છે પાયણાં!

એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં,
આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં.

મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા ધરી,
કામ આપેલુ સદા દિલથી કરે છે પાયણાં.

શુકર છે એનો કે આપ્યો દેહ આ માનવ તણો,
કઈ બનો ‘સર્જન’ નહીતર રહી જશો થઈ પાયણાં.

No comments:

Post a Comment