Google Search

Friday, August 10, 2012

વાહરે વાદળીઓ



વાહરે વાદળીઓ
રોષે રમે દાદા સૂરજ ગગન
ઉના તે વાયરે શેકાયા તન

તપી રે ધરતીને તપ્પા તરુવર
કરમાયા કામણ ને રુએ સરોવર

દૂરદૂર વ્યોમે વીચરે વાદળી ભલી
વીચારે ભેગા મળી ઢાંકીએ ધરતી

કાળિ ભમ્મર વાદળીઓ થઈ રે ડુંગર
દિધો પડછાયો પાથરી ગગને ચાદર

દઈને છત્તર વરસ્યો અંતરનો સ્નેહ
અમીરસ સીંચીં મલકે આભલેથી મેહ

વાહરે વાદળીઓ દાદાને દિધો હુંકાર
સવાયા સંતાન થઈ કીધો જયકાર

આભલું આવી રમે સરોવર મોજાર
ઝીલે કેવું પ્રતિબીંબ હરખી અપાર

વદે સૂરજ દેવ વંદી કિરતાર
કેવા ઉપકારી બંધને બાંધ્યો સંસાર

- રમેશ પટેલ(આકાશદીપ)

No comments:

Post a Comment