તારો ધરમ મારો ધરમ,
ધરમની વાતો કરી છોડો ધરમ,
મનમાં હીંસા, નયનમાં દ્વેશ
કરુણા વગરનો કેવો ધરમ.
ઉરમાં ના લાગણી, લોભની છે માગણી
સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,
અપકાર કરતાં ના ખટકે દિલડાં ,
તો ધરમ નો શો જાણ્યો મરમ.
વતનની શાખ, જનેતાની લાજ,
શીર સાટે તોલે એજ સાચો ધરમ,
ત્યાગની મહત્તા, તપની સાધના,
જીંદગીમાં જાણો તો માણો ધરમ.
વાણી વર્તન, પ્રભુને અર્પણ્
સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
માનવી થઈને માનવને ચાહવો,
એજ સંસારનો દૈવી ધરમ.
- રમેશ પટેલ(આકશદીપ)
No comments:
Post a Comment