Google Search

Friday, August 10, 2012

પ્રેમની પથારીએ પોઢી



પ્રેમની પથારીએ પોઢી
આઠે પહોર સખી સપનાં રે આવે
પ્રેમની પથારીએ પોઢી
બંધ નયનોમાં રમાડી રુપલી ચાંદની
પૂનમની ભરતી પખાળી
ગગને ઘૂમું હું સ્વપ્ન પરી થઈ
તારાએ દિલડાં શણગારી
પહાડોની કંદરામાં પાડું રે પડઘા
મોરને વનરાજી એ નચાવું
સખી આજ હું પ્રેમની પથારીએ પોઢી
ગીત સંગીતની છેડી સરગમ સૂરાવલી
વાદળની ડુંગરીએ નાચી
પુષ્પ પતંગિયું થઈ ઉપવને ભમતી
સુગંધી વાયરે શરમાણી
સખી આજ હું પ્રેમની પથારીએ પોઢી
સ્વપ્ન મિલને સ્નેહ સરવાણીઓ ઝીલી
મીઠી નીંદરું ભાવે માણી
હરખ્યા અંતર કરતા ગાલ ગુલાબી
હોળીના રંગે રંગાણી
સખી આજ હું પ્રેમની પથારીએ પોઢી

- રમેશ પટેલ(આકાશદીપ)

No comments:

Post a Comment