Google Search

Thursday, July 12, 2012

Best Gujarati Funny Quotes


2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે 

સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો 
પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ 
જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર 
જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું 

જો તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં વ્યસ્ત છો, તો તમે એક એવી અયોગ્ય વ્યક્તિને ગુમાવી દેશો કે જે તમારા જીવનને યોગ્યરીતે ખુશીઓથી ભરી દેશે 
પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો 
જો કોઇ છોકરાને ઇર્ષા થાય તો તેઓ સામાન્ય વ્યવહાર કરે પરંતુ જો કોઇ છોકરીને ઇર્ષા થાય તો સમજવું કે વર્લ્ડ વોર થ્રી થશે 
જીવનમાં આપને હમેશા જીત જ જોઈતી હોય છે, પણ ફૂલવાળાની જ જગ્યા એવી છે જ્યા જઈ આપણે હાર માંગીએ છીએ. 

આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં પીઝા પોલીસ કરતા એક કલાક વહેલાં પહોંચે છે 
ગુસ્સો એક એવી લાગણી છે કે જે તમારા મુખને તમારા માઇન્ડ કરતા વધારે કાર્યરત કરી મુકે છે 
એ વાત સત્ય છે કે લક્ષ્યપર વાર કરો. પરંતુ પહેલા વાર કરો, અને જો એ વિંધાય જાય તો કહો કે આ તમારું લક્ષ્ય હતું. 
દરેક વ્યક્તિ ખોટું બોલે છે પરંતુ એ ત્યાં સુધી કોઇ મુદ્દો નથી બનતું જ્યાં સુધી કોઇ એ સાંભળે નહીં અને પકડે નહીં. 
પુરુષને પરાજીત કરવો હોય તો તેના અંહમને પંપાળો..સ્ત્રીને પરાજીત કરવી હોય તો તેની પ્રશંસા કરો 
એક વાત જરૂરથી યાદ રાખો તમારી હાજરી જેમને કંપાવી નાંખે છે એજ લોકો તમારી ગરેહાજરીમાં તમારા વિશે ઘસાતું બોલે છે. 
રડવું એ નિર્બળતાંની નિશાની નથી. જન્મ વખતે પણ આપણે રડીએ છીએ, આંસુ બતાવે છે કે આપણે જીવીએ છીએ. 
મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ 

જ્યારે તમને કોઇ કહે કે 'ગેટ આઉટ' એનો અર્થ એ સમજવો કે દલીલમાં તમે વિજયી થયા છો 
For Marketing People....વર્ક' નહીં પણ 'નેટવર્ક' પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો.. 

કોમનસેન્સ ચોપડી મા ન મલે 

ગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય.

નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારી,સમર્પણ કે બુદ્ધીની જરૂર પડતી નથી 

દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો. 
ફૂલ છે પણ ડાળી નથી, માણસ છે પણ માણસાઈ નથી. 

વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે 
 જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો 

સિંગલનો અર્થ એ નથી કે તમે એકલા છો પરંતુ એનો અર્થ એ છે કે તમે સારા પ્રેમ માટે તૈયાર થઇ રહ્યાં છો 
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે, તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાંખશે 
સંબંધો કઇ ફેસબુક, ટ્વિટર, ગુગલ+ નથી કે જેમાં સાઇન ઇન અને સાઇન આઉટ કરીને તમે કંઇપણ કરી શકો 
જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય 
સફળ પુરુષ એ છે જે પોતાની પત્ની ખર્ચ કરે તેના કરતાં વધારે પૈસા કમાય. જ્યારે સફળ મહિલા એ છે જે આ પ્રકારના પુરુષ સાથે પરણે.. 
બધા કહે છે કે સફળ વ્યક્તિની પાછળ મહિલાનો હાથ હોય છે પરંતુ મહિલાઓ હંમેશા સફળ વ્યક્તિને જ પસંદ કરે છે 
એક ખરાબ નિર્ણય એક સારી સ્ટોરી બનાવે છે 
પૈસાની દૂનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે કમાય છે તે અને બીજા જે ખર્ચ કરે છે. જેમને પતિ અને પત્ની કહેવામાં આવે છે 
જો છોકરીઓ બોર્ડની એક્ઝામમાં ફેઇલ થાય તો તેમના લગ્ન થઇ જાય અને છોકરો ફેઇલ થાય તો સીધો ગેરેજમાં 
ચીઝ, વાઇન અને મિત્રો જેટલાં જુના તેટાલા સારાં 
જો તમે છોકરીને હસાવી શકતા હોવ તો તમે તેની પાસેથી કંઇ પણ કરાવી શકો છો 
બનાવટી બૌધિક્તા કરતા કુદરતે બક્ષેલી મુર્ખતા સારી 

જો હું તમારી વાતમાં સહમત થાઉ તો સમજવું કે આપણે બન્ને ખોટા છીએ 
દરેક વ્યક્તિએ લગ્ન કરવા જોઇએ કારણ કે, જીવનમાં માત્ર ખુશીઓ જ મહત્વની નથી હોતી 
પોડાશીને પ્રેમ કરવો સારો....પણ કોઇ તમને પકડી ન લે નહીં ત્યાં સુધી જ 
સાહેબ કહે એ સાચુ નહીં પણ સાચુ કહે એ સાહેબ 

જો તમે બીજાના ચારિત્ર્યને નુક્સાન પહોચાડશો તો તેની સાથે તમારા ચારિત્ર્યને પણ નુક્સાની થશે.
સુંદર વસ્તુઓ હમેંશા સારી નથી હોતી પરંતુ સારી વસ્તુઓ હમેંશા સુંદર હોય છે 
સેન્સ ઓફ હ્યુમર એ નાની અમથી સમસ્યા સામેનું સૌથી મોટુ રક્ષણ છે. 
જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઇથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યાં છો 
જ્યારે કોઇ તમારી પત્નીને તમારી પાસેથી છિનવી લે ત્યારે તેની સાથે બીજુ કરતા પત્નીને તેની સાથે રહેવા દેવાથી વિશેષ કોઇ બદલો નથી. 
આપણે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં પોલીસ કરતા વહેલા પિઝા ઘરે પહોંચી જાય છે 
સારી છોકરી ખરાબ દિશામાં જતી રહે છે કારણ કે ખરાબ છોકરાઓ તેમની સાથે સારી રીતે વર્તતા નથી હોતા. 
હું જાણું છું કે હું પરફેક્ટ નથી પરંતુ એનાથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે હું ખોટો પણ નથી. 
કોઇની ધડકનના અમે દિવાના બની ગયા પ્રેમના આસુથી અમે ભીંજાઇ ગયા, કોઇને કદર કયાં છે અમારી, અમે તો બસ તેમની વાટ જોતા સુકાઇ ગયા. 

લોકો કહે છે કે પ્રેમ વગર જીવી શકાય નહીં પરંતુ ઓક્સિજન વધારે જરૂરી છે 
ક્યારેયપણ મુર્ખ સાથે માથાકૂટ ન કરો કારણ કે, એ તમને તેના લેવલ સુધી લઇ જશે અને પછી પોતાના અનુભવ થકી તમને હરાવશે. 
આપણો ખરેખર વિકાસ થયો નથી. પરંતુ આપણે જાહેરમાં કેવી રીતે વર્તવુ તે શીખી ગયા છીએ 
દરેકની મેમરી ફોટોગ્રાફિક હોય છે. બસ કેટલાક તેની ફિલ્મ બનાવી શકતા નથી 
ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવી ફૂલધરીને બગીચો માગતો થઈ ગયો છે 
આપણે એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં પોલીસ કરતા પીઝા વહેલા આવે છે 

સારા દોસ્ત ગમે તેટલી વખત રિસાય તેને મનાવી લેવા જોઇએ કારણ કે, તે આપણા તમામ રહસ્યો જાણતાં હોય છે. 
દરેક વ્યક્તિને સ્વર્ગમાં જવાની ઇચ્છાં છે પણ મરવાં કોઇ માંગતુ નથી 
ક્યારેય સ્ત્રીનું મહત્વ ઓછું નહીં આંકતા, જીવન બરબાદ થઇ જશે. ક્યારેય સ્ત્રીનું મહત્વ વધારે નહીં આંકતા જીવન બરબાદ થઇ જશે. 



No comments:

Post a Comment