Google Search

Thursday, July 12, 2012

Best Gujarati Friendship Quotes


 જે વ્યક્તિને નિષ્ઠાવાન મિત્ર મળી ગયો સમજો કે તેણે ખજાનો મેળવી લીધો
 પ્રેમ માત્ર લવર્સ માટે જ નથી બન્યો, તે મિત્રો માટે પણ બનેલો છે જે લવર્સ કરતાં પણ વધારે એકબીજાને પ્રેમ કરતાં હોય છે
 જીવનમાં બે એફ મહત્વના પહેલો એફ ફેમેલીનો અને બીજો એફ ફ્રેન્ડ્સનો
 એક સારુ પુસ્તક હાજરો મિત્રોની બરાબર છે પરંતુ એક સાચો મિત્ર આખી લાઇબ્રેરી બરાબર છે
 સાચો મિત્ર ડાઇમન્ડ જેવો છે જે બહુમૂલ્ય અને ભાગ્યેજ મળતો હોય છે પરંતુ ખોટા મિત્રો હમેંશા તમારી આસપાસ જોવા મળે છે અને સમય વિત્યે તમારી દૂર પણ થઇ જતા હોય છે
 સાચો મિત્ર એ છે જે તમારી મદદે ત્યારે આવે જ્યારે તમે ખરાબ સ્થિતિમાંથી પસાર થતાં હોવ, અને જો એ તમારી મદદ ન કરી શકે તો એ તમારા ખરાબ સમયે તમારી સાથે ઉભો હોય
 જ્યાં સુધી તમે કોઇને સમજો નહીં ત્યાં સુધી કોઇને સાથે મિત્રતા કરો નહીં અને કોઇપણ વાત સમજ્યા વગર મિત્રતા તોડો નહીં
 સારા મિત્રો આકાશમાં ચમકતા તારા સમાન છે. તમે હંમેશા તેમને જોઇ શકતાં નથી પરંતુ તમે જાણો છો કે એ હંમેશા તમારી સાથે છે.
 મિત્રતાનું રહસ્ય એ છે કે તમે એક સારા શ્રોતા બનો.
 મિત્રો શુ છે? એક એવી આત્માં જે બે શરીરોમાં જીવી રહી છે- એરીસટોટલ
 જીવન ત્યારે કંટાળા જનક છે જ્યારે તમારી પાસે બેસ્ટ ફ્રેન્ડ ન હોય- સારાહ ડિસેન
 સારા મિત્રો, સારું પુસ્તક અને સદ્દવિવેકબુદ્ધિ એ જીવનના આઇડલ છે- માર્ક ટ્વેઇન
 મિત્રતા વગરનું જીવન જાણે કે સુર્ય વગરના આકાશ જેવું છે
 મિત્રોએ જીવનરૂપી રેસેપીમાં વપરાતું સૌથી મહત્વનું દ્રવ્ય છે.
 મિત્રતાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરે છે.
 તમારી પસંદગીને બદલો પરંતુ મિત્રોને નહીં
 મિત્રતા વગરનું જીવન એટલે કે સૂર્ય વગરનું આકાશ
 મિત્રએ એક શ્રેષ્ઠ વસ્તું છે જે તમારી પાસે છે અને સૌથી મહત્વની વસ્તુ છે જે તમે તમારી પાસે રાખી શકો છો
 ખોટું બોલીને મિત્રો બનાવવા કરતા,સાચું બોલીને દુશ્મનો બનાવવા વધુ સારા.

 સાચો મિત્ર એ છે જે તમારી નિષ્ફળતાને અવગણે અને તમારી સફળતાને બિરદાવે

મિત્રની પસંદગી કરતા પહેલા વિચારો કારણ કે, મોટાભાગના લોકો તમને સંભળવાનો ડોળ કરશે પરંતુ અમુક જ હશે જે તમને સાંભળશે અને તમારી સાથે ન્યાય કરશે 
એક સાચો મિત્ર એ છે જે ત્યાં સુધી તમારા માર્ગમાં અવરોધ નથી બનતો જ્યાં સુધી તમે ખોટી દિશામાં જતા ન હો 
મિત્રતામાં વ્યવસાય શોધવો તેના કરતા વ્યવસાયમાં મિત્રતા શોધવી સારી. 

એક સાચો મિત્ર જ તમને તમારા અંતરના દૂશ્મન સામે રક્ષણ અપાવી શકે છે 

મિત્રતાએ એક એવું જહાજ છે જે ક્યારેય પણ ડુબતું નથી 
મિત્ર એ છે જે તમારા ભુતકાણને સમજતો હોય, તમારા ભવિષ્ય પર વિશ્વાસ રાખતો હોય અને આજે તમે શું છો તેનો સ્વિકાર કરતો હોય 
ઘણા બધા લોકો તમારા જીવનમાં આવશે પરંતુ એક સાચો મિત્ર જ તમારા હૃદયમાં પોતાના ચિન્હ મુક્તો જશે. 
મિત્રતાએ એક કોયડા સમાન છે. જો તમે કોયડાનો એક ભાગ પણ ભુલી ગયા તો એ કોયડો પુરો નહીં થઇ શકે. 
મિત્રતાએ કોઇ ગેમ નથી કે રમી લીધી એટલે પુરુ, એ કોઇ શબ્દો નથી કે કહીં દીધા એટલે પત્યું, પરંતુ મિત્રતાએ આપણો અરીસો છે જેમાં પોતાની જાતને જોઇ શકાય છે... 
મિત્રોએ જીવનની રેસેપીનો સૌથી મહત્વનો ભાગ છે. 
મિત્ર આપણને આપણા ધ્યેય સુધી પહોંચવા પ્રેરિત કરવાનું કામ કરે છે 
જ્યારે તમે તમારામાં જ વિશ્વાસ કરવાનું બંધ કરી દો અને એ તમારા પર વિશ્વાસ રાખે તે સાચો મિત્ર છે. 
મિત્ર એ છે જે તમારા હૃદયમાં ગુંજતા ગીતને જાણતો હોય અને એ ગીત તે ત્યારે ગુનગુનાવે જ્યારે તમે એ ગીતના શબ્દોને ભુલી ગયા હોવ. 
સાચો મિત્ર એ છે જે એ સમયે ડગલે ને પગલે તમારી સાથે હોય જ્યારે બધાએ તમારો સાથ છોડી દીધો હોય. 
ફ્રેન્ડશિપ વાયોલિન જેવી છે. કદાચ મ્યુઝિક બંધ થઇ શકે પરંતુ તેનું બંધન અંત સુધી રહે છે. 
સાચો મિત્ર એ છે જે તમે કંઇ પણ ન કહોં છતાં પણ બધુ સમજી જાય. 
મિત્રતા બે શરીરોમાં જીવતી એક આત્મા છે. 

તે સમયને ખુશી કહેવામાં આવે છે જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોવ. 
મિત્ર સાથે અધાંરામાં ચાલવું તે અજવાળામાં એકલું ચાલવાં કરતા શ્રેષ્ઠ છે. 
જો તમે તમારી જાતને મળી શકતા નથી તો એક સારો મિત્ર બનાવી લો. 
મિત્રતાએ ભગવાને આપેલી અણમોલ ભેટ છે. 

એક સારો મિત્ર તમને જેલમાંથી બહાર કાઢે છે પરંતુ એક સાચો મિત્ર તમારી સાથે જેલમાં આવવા પણ તૈયાર થઇ જાય છે. 


No comments:

Post a Comment