Google Search

Tuesday, July 17, 2012

~~કહુ છુ તને કાન મા,~~

પ્રિય મિત્રો,

હોસ્ટેલ મા ભણવા જતા લાડકા દીકરાને મા કેવી શીખમણો આપે છે, એ શીખમણોને થોડી કાવ્યાત્મક રીતે અહી રજુ કરુ છુ. આશ છે કે, આપ ને મારી કોશિશ પસન્દ આવશે.


પૂર્વી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કહુ છુ તને કાન મા,
સમજી જજે તુ સાન મા,


જાય છે ત્યા ભણવા,
નથી જતો કોઇ ની જાન મા,


મન લગાવી ને ભણજે,
રાખજે બધુ ધ્યાન મા,


ગુરુજનો ને તારા હમેશા
બોલવજે તુ માન મા,


ખોટા પૈસા ન ખર્ચિશ,
કે દૈશ નહિ કોઇ ને દાન મા,


તબિયત તારી સાચવજે,
ધ્યાન રાખજે ખાન-પાન મા,


કશુ ખોટુ કામ કરતો નહિ
રહેજે હમેશા ભાન મા,


પપ્પા હમણા આવતા જ હશે
લેવા તને મોટી વાન મા,


કહુ છુ તને કાન મા,
સમજી જજે તુ સાન મા,

No comments:

Post a Comment