કેસૂડાના વનમાં સળવળાટ થયો
કલ્પનાના ખીલ્યા છે પુષ્પો
થયું કે વસંત બની તમે આવ્યા…
સાગરના ધુઘવતા નીર ઉછળ્યા
મોજાઓ ગર્જયા ખુબ
થયુ કે લહેર બની તમે આવ્યા…
પૂનમની રાતમાં ઉજાસ થયો
પોયણાંઓ ખીલ્યા ખુબ
થયુ કે ચાંદની બની તમે આવ્યા…
મનના મહેલમાં વસાવી મૂર્તિ
સોળ સણગાર સજાવ્યા
થયુ કે પ્રેમમુર્તિ બની આવ્યા…
મયખાનામાં મહેફિલ ખુબ થઇ
છતાં તરસ્યાં અમે રહ્યાં
થયું કે ‘સાકી’ બની તમે આવ્યા…
જીવનના સુકાં ભઠ્ઠ રણમાં
મીઠી વીરડી બની મળ્યાં
થયુ કે ખરેખર જીંદગી બની તમે આવ્યા…
-ડૉ.ભરતકુમાર કે.સોનીગરા
No comments:
Post a Comment