બારાખડી પાસેથી છળનું અમે કામ લીધું,
કરોડો રૂપિયા લઇને કરાતાં કામને સેવાનું નામ દીધું.
નામ તો પાડ્યું માણસ અને એના સારા અર્થો કરી દીધા,
તોય જાનવરથી પણ બદતર અમે કામ કીધા.
આ પાપના કૂવામાંથી બહાર નીકળવું છે કોને?
અમે વિષને અમૃત કહી બધાંને પાઇ દીધું.
આ ખોટું જ છે ખબર છે બધી છતાં,
બીજાના હકનું અમે બધું જ પચાવી લીધું.
તાળીઓ બહુ જ પડાવી દાન કરી દીધું,
એમાં અમારું કંઇ જ નહોતું ફક્ત જાતને કહી દીધું.
-રાજેન્દ્રર શાહ, (સુરત)
No comments:
Post a Comment