પ્રેમ કરવાનો એક અટકચાળો કર્યો,
હાથે કરીને જીંદગીમાં પેદા કંટાળો કર્યો.
દસ માળના બંગલાનો ભરોસો શું?
મેં નાનકડો પંખીના જેવો માળો કર્યો.
એક નાની ભૂલ શું થૈં ગૈં અમારાથી!
કે લોકોએ તો ભાઇ મોટો હોબાળો કર્યો.
સંતોએ જ કર્યો તો સાફસૂથરો પંથ,
કે દુષ્ટોએ પાછો એને કાંટાળો કર્યો.
-વિજયકુમાર જાદવ ‘કવિરાજ’
No comments:
Post a Comment