Google Search

Thursday, September 6, 2012

હોળી…હૈયાહોળી



પીઓ ખાંડ વિના ચા મોળી,
ભૈ, આપણે તો ભાવવધારાની હોળી.

આગ, લૂંટફાટ, વાતવાતમાં ગોળી,
જ્યાં જુઓ ત્યાં આતંકવાદની હોળી.

ખુલ્લા તન, ગઇ સાડી, ચણિયા-ચોળી,
આઇટમગર્લની જ્યાં જુઓ ફેશન હોળી.

વાયદા, વચનના વેપાર, જનતા છે ભોળી,
રામરાજના સપનાને પી ગયા છે ઘોળી.

ખિસ્સાં ખાલી, ખાલી સદા છે ઝોળી,
ઘરઘરમાં રોજેરોજ પ્રગટે છે હોળી.

ગમે ત્યાંથી ‘બાપુ’ને લાવો ખોળી,
આ તારા વારસદારોમાં રોજ હૈયાહોળી.

-સવિતા શાહ, (ઉવારસદ)

No comments:

Post a Comment