Google Search

Saturday, September 8, 2012

સુરજને આવકારોસૂરજ વિના અમારે કરવી હતી સવારો,
અમથા સમયની માથે કરતા નથી પ્રહારો.

કોલાહલો ભલેને લોકો કરે નગરમાં,
ટૌકા કરીને પંખી આપે મને સહારો.

અસ્તિત્વને તમારા કરવું જો હોય ઝળહળ,
ઝાકળ બની સવારે સૂરજને આવકારો.

પામી જશો પરમને મિત્રો તમેય પળમાં,
જો ભીતરે તમારી ધખતો હશે ધખારો.

માણસને શોધવામાં ભૂલી જવાય ખુદને,
તારા નગરના એવાં મોટાં હતાં બજારો.

– દર્શક આચાર્ય

No comments:

Post a Comment