એ અહીં છે અને સવાલ નથી
ને છતાં હોય તો ખયાલ નથી
મેં મને ને તને જ સમજાવ્યો
તું કહે એ જ તારી ચાલ નથી ?
હું નથી એ તો સાવ સાચું છે
તું નથી એમાં કોઈ માલ નથી
આમ ઢાંકે અને ઉઘાડે છે
રેશમી શ્ર્વાસ છે રૂમાલ નથી
કોણ ચોરી ગયું તપાસ કરો
એક ઘરમાં કોઈ દીવાલ નથી
- મનહર મોદી
No comments:
Post a Comment