Google Search

Thursday, September 6, 2012

એ આશિકો…. રડતા તો હશે જ ને…!



મારા જેવા જ તૂટેલા ખ્વાબો ક્યાંક,
ફરતા તો હશે જ ને…..?

ખામોશ સંવેદનાને ભીના આંસુ,
ક્યાંક હસતા તો હશે જ ને…..!

ચાલો પૂછી લઇએ થોડા સવાલો એમને,
ઇત્તફાકથી પણ કોઇક ઉત્તરો
મળતા તો હશે જ ને…..?

મંઝીલ એક જ છે ને રસ્તાઓ કેમ જુદા છે?
અલગ ફંટાતા રસ્તા ક્યાંક મળતા
તો હશે જ ને…..!

મ્હોરૂ ઓઢીને શાથી હસાવે છે સૌને……?
જાહેરમાં હસતા ચેહરા કદીક રડતા
તો હશે જ ને…..!

ભલેને ડૂબી ગઇ નાવ કિનારે આવીને,
પણ, મઝધારે ય કોઇક
‘‘દિવાના’’,
તરતા તો હશે જ ને…..!

ગ્રહણ તો ચાંદ અને સૂરજ ને
ય લાગે છે,
ને તારલાઓ ય આસમાનેથી,
ખરતા તો હશે જ ને…..!

છૂટી ગયો સંગાથ પણ શ્રઘ્ધા ક્યાં ખૂટી છે?
સમા પાછળ પરવાના હંમેશ,
જલતા તો રહેશે જ ને……!

ખૂદના જ આંસૂથી નાહકના ભિંજાઇયે છીએ,
બાકી, સેંકડો ના સ્વપ્નો તૂટતા
તો હશે જ ને…..!

સમયે ચાલ બદલી,
ને દિલ જેઓ તોડી બેઠા,
તન્હાઇ ની ઓથે, એ ‘‘આશિકો’’
ય રડતા તો હશે જ ને……!!!

-વિઠ્ઠલાણી પ્રવિણ સી. (મીત)

No comments:

Post a Comment