જે લોકો તમને પ્રેમ નથી કરતાં કે પછી તમારો આદર નથી કરતાં તેવા લોકો માટે અશ્રુ વહાવવા માટે જિંદગી ઘણી ટૂંકી છે
જો તમે સમયના વહેણને જોઇને તમારી ગેરસમજને દૂર નહીં કરો તો એ તમારા સંબંધોને કાયમ માટે પૂર્ણ કરી દેશે.
તમે ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ તમે તમારા કોઇએક ખાસની વેદનાઓને ત્યાં સુધી નથી સમજી શકતા જ્યાં સુધી તમે તેમાંથી પસાર ન થયા હોવ.
સંભાળ તારા હૃદયને કોઇ ચોરી ન જાય, સાચવજે તારા મનને કોઇ ઘુસી ન જાય, છે બન્ને કાચના વાંસણ જેવા, જોજે ક્યાંક તડ પડી ન જાય- અજ્ઞાત
પ્રેમ..., પ્રેમ એક એવી વસ્તુ છે કે જે તમને વિશ્વમાં નહીં પરંતુ વિશ્વને તમારી આસપાસ લાવી દે છે
મિત્રતાએ પ્રેમમાં પરિવર્તિત થઇને પૂર્ણ થઇ શકે છે પરંતુ પ્રેમ મિત્રતામાં પરિવર્તિત થઇને ક્યારેય પૂર્ણ થતો નથી
જ્યારે કોઇ તમને પ્રેમ કરતું હોય ત્યારે તે તમને જણાવતું નથી. પરંતુ એ તમને કેવી રીતે ટ્રીટ કરે છે તેના પરથી એ જાણી શકાય છે.
તારા દીદાર વગર આંખો પથ્થર બની ગઈ છે , પણ તારા સ્વપ્ના એ જે સ્પર્શ કર્યો , આ પથ્થર માંથી પણ પાણી વહી ગયા....
ક્યારેય પણ કોઇની લાગણીઓ સાથે રમવુ જોઇએ નહીં કારણ કે, કદાચ તમે આ રમતમાં એક વિજેતા જરૂરથી બની શકશો પરંતુ તમે કાયમ માટે એ વ્યક્તિને ગુમાવી દેશો.
ફૂલો ને ખીલવા દો,મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે.ચારિત્રશીલ બનો.વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.
યાદોની રાહ પર મારી ચાલ ધીમી છે કારણ કે, તારા પ્રેમના પંથ પર મારી દોડ ઝડપી છે.
ક્યારેય કોઇની ફિલિંગ્સ સાથે ન રમો કારણ કે, તેમા કદાચ તમે વિજય મેળશો પરતું તમે એક એવી વ્યક્તિને ગુમાવશો જે તમારી સાથે આખી જિંદગી રહેશે.
ઇગોએ સંબંધો માટે એવિલ સમાન છે. જો તમે તમારા સંબંધોને સાચવવા માગતા હોવ તો તમારે સૌથી પહેલા તમારા ઇગોને જડમૂળથી કાઢી નાખવો જોઇએ
પ્રેમ એ હૃદય દ્વારા ગાવામાં આવતું એક સોફ્ટ સોંગ છે જે પ્રેમભરી લાગણીઓને મનોરંજન પુરુ પાડે છે
સિંગલ છો એનો અર્થ એ નથી કે તમે પ્રેમ અંગે કઇ જાણતા નથી પરંતુ એનો અર્થ એ છે કે તમે તેની રાહ જોવા માટે સૌથી વધારે જાણો છો.
પ્રેમ એ છે જે તમને કોઇ એક સાથે વાત કરવામાં ત્યારે મદદ કરે છે જ્યારે તમારી પાસે શબ્દો ઓછા હોય
સાચો પ્રેમ વ્યક્તિના અંતરમનથી જન્મે છે જે તેની સંભાળ રાખે છે
ક્યારેય એમ ન કહો કે શા માટે હું તને શા માટે પ્રેમ કરું છું. પરંતુ એમ કહો કે હું તને પ્રેમ કરું છું. કારણ કે, તમે કેટલો પ્રેમ કરો છો
સાચો પ્રેમ ક્યારેય મરતો નથી પરંતુ તે સમયની સાથે મજબૂત થાય છે
જો પ્રેમ તમને ગાંડા ન કરે તો સમજવું કે તમને પ્રેમ નથી
જ્યારે તમે કોઇને પ્રેમ કરતા હોવ ત્યારે તમારા સાથીને સોરી કહવાની જરૂર નથી. તમારો પ્રેમ શ્રેષ્ઠ છે તેથી તેને વ્યક્ત કરવા માટે આ માર્ગની જરૂર નથી....
મુન્ઝાઈસ ત્યારે વિશ્વાસ બની ને આવીશ , તન્હાયી માં તારો સંગાથી બની ને આવીશ , યાદ આવે તો મેહસૂસ કરજે મને .... તારી જ ધડકન ની ધબકાર બની ને આવીશ....!!!!!!!!
તમારો પાર્ટનર તમારા જેવો જ હશે એ વિચારવું અર્થહિન છે. કારણ કે, ક્યારેય તમે તમારી સાથે ચાલતી વ્યક્તિનો જમણા હાથે જમણો હાથ પકડીને નહીં ચાલી શકો.
ખોટુ બોલીને કોઇને સહેલાઇથી ખોઇ શકાય છે પરંતુ સાચું બોલીને એ વ્યક્તિને પોતાના જીવનમાં પરત લાવી શકાતો નથી.
પ્રથમ પ્રેમ એ નાની અમથી મુર્ખતા અને ઘણી બધી ઉત્કઠાં છે.
પ્રેમ એ સ્મૃતિભ્રશનું એક એવું ફોર્મ છે જેમાં છોકરી કોઇ એક માટે 2 બિલિયન છોકરાઓનો ભુલી જાય છે.
કોઇપણ વ્યક્તિ તમને હસાવી અને રડાવી શકે છે પરંતુ જીવનમાં કોઇ એક એવું હોવું જોઇએ જે તમારી આંખમાં આસું આવે ત્યારે તમારા ચહેરા પર હાસ્ય લાવી શકે.
જીવન તેની સાથે વિતાવો જે તમને ખુશી આપે એની સાથે નહીં કે જે તમને ઇમ્પ્રેસ કરે.
હે ભગવાન....... હું જે માંગુ તે નહી પણ હુ જેને યોગ્ય હોઉં તે જ મને આપજે.........
જો તમે જીવનને પ્રેમ કરશો તો જીવન તમને પણ પ્રેમ કરશે.
પ્રેમ એક એવી આગ છે કે જે કોઇ વિમાથી સુરક્ષિત કરાયેલું નથી.
સાચો વ્યક્તિ ક્યારેય વિશ્વની સુંદર છોકરીને પ્રેમ નથી કરતો પરંતુ એવી છોકરીને પ્રેમ કરે છે જે તેના જીવનને સુંદર બનાવી દે.
જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે તમે તમારા હૃદયમાં એવી ઉત્કઠંતા જન્માવો છે કે તે આખું વિશ્વ જીતી લે.
એ મહત્વનું નથી કે તમારો પ્રેમ કેટલો મજબૂત છે અને તમે કટેલો પ્રેમ કરો છે. કારણ કે, જો તમારું હૃદય એ જ પ્રેમને લઇને કંટાળો અનુભવશે તો બધુ બદલાઇ જશે.
પ્રેમ એટલે વિચારવિહિન વગરના બે માઇન્ડ
ક્યારેક એ વ્યક્તિ કે જે તમારાથી હજારો માઇલ દૂર હોય છતાં પણ તે તમને તમારી આસપાસ રહેલા લોકો કરતા વધારે સારી લાગણીની અનુભૂતિ કરાવે તે પ્રેમ છે.
પ્રેમ ક્યારેય વેદના આપતો નથી. પરંતુ તમે જેને પસંદ કરો છો. પ્રેમ કરો છો તે તમને વેદના પહોંચાડે છે.
No comments:
Post a Comment