Google Search

Tuesday, July 10, 2012

Gujarati Motivational Quotes


વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય, પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી... 
દુઃખ તમને મજબૂત બનાવે છે, આંસુ તમને તાકાત બક્ષે છે, હૃદયના ઘબકારાં તમને જાગરૂક બનાવે છે. તેથી સારા ભવિષ્ય માટે ભૂતકાળનો આભારમાનો. 
વિશ્વને બદલવાનો પ્રયત્ન ન કરો. પ્રયત્ન કરવો હોય તો લોકોના વિચારોને બદલવાનો પ્રયત્ન કરો. કારણ કે, લોકોના વિચારો બદલાશે તો વિશ્વ પણ બદલાશે. 
તમારી જાત પાસેથી કામ લેવાનું તમે જો ઈચ્છતા હો તો તમે તમારા મગજ નો ઉપયોગ કરો.અન્ય પાસેથી કામ લેવા માટે હૃદયનો ઉપયોગ કરજો....... 
જીવન માં વિચારવા જેવું ...... "બરફ" અને "તક" એક સમાન છે. જેમ બરફ સમય જતા "પીગળી" જાય છે. તેમ હાથ મા આવેલી તક પણ વખત જતા "ઓસરી" જાય છે. 
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી....
યુવાન તું નાટક સિનેમાનો શોખીન છે,એ મારી ફરિયાદ નથી, પરંતુ તારા જીવન ઉપરથી નાટકો તૈયાર થાય એવું જીવન તું જીવ્યો નથી એનું મને દુઃખ છે. 
ક્યાં "ટકવું" અને ક્યાં "અટકવું" એ આવડી જાય તો જીંદગી માં ક્યાય દુખ રહેતું નથી.... 
જીવન એ વ્યક્તિ માટે હંમેશા સુંદર છે જે દુઃખની પણ ઉજવણી કરતા જાણતો હોય. 
જો તમે એ વાત ન જાણતા હોવ કે લોકો તમારામાં શું જુએ છે તો એક અરિસા સામે ઉભા રહી જાઓ. તમે તમારી અંદર જે નિહાળશો એ જ બાબત લોકો પણ તમારામાં નિહાળશે. 
તમે તમારા સ્વભાવ ઉપર કાબુ રાખતા શીખો , એટલે બીજા પણ તમારા કાબુમાં રહેશે. 
ખોટી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક સારું હશે તો પણ તમને નફરત કરશે અને સારી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક ખૂટતું હશે તો પણ તમારો આદર કરશ... 
સૌથી જરૂરી એ છે કે સાચા સમયે આંખ ખુલવી. 
જીવનની કેટલીક વસ્તુઓ એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. જેમકે, મેનર્સ, મોરલ અને ઇન્ટેલિજન્સ 
તમારી જાતને ક્યારેયપણ ઉતરતી કક્ષાની ન માનો કારણ કે, તમારી હાજરી વગર કોઇ એકનું જીવન અપૂર્ણ છે. 
સંબંધો પક્ષી જેવા છે. જો તમે તેને જોરથી પકડશો તો તે મરી જશે, હળવેકથી પકડશો તો ઉડી જશે. પરંતુ જો સંભાળપૂર્વક પકડશો તો હમેંશા તમારી સાથે રહેશે. 
ડેસ્ટિનીએ કોઇ તકની વાત નથી પરંતુ તે પસંદગીની બાબત છે. તે કોઇ રાહ જોવા માટે નહીં પરંતુ હાંસલ કરવા માટેની વસ્તું છે 
સફળતા માટે આત્મવિશ્વાસ જરૂરી છે અને આત્મ વિશ્વાસ માટે તૈયારી 

No comments:

Post a Comment