વદન રોશની ધવલ સરખું,
શશી સમી તને નિરખું.
સ્નેહ કૌમુદી મયૂર સરખું,
ચાલ નિપૂર્ણ સમી નિરખું.
બદન ગૌર પદ્મ સરખું,
અધર શિતળ ઝરણું નિરખું.
સ્મિત સોમલ રતિ સરખુ,
લલાટ મેઘ દામિની નિરખું.
હૃદય કોમળ સાગર સરખું,
અક્ષિ નિર્મળ સરિતા નિરખું.
સ્નેહ મૃદુલ પ્રસુન સરખું,
ઝુલ્ફો કામિની વસંત નિરખું.
-રોહિત જોષી, પાલિતાણા
No comments:
Post a Comment