મનમાં એવુ ભમ્યા કરે છે
દિલમાં એવું થયા કરે છે
અજબ આ સંવેદનાઓ છે
સતત કંઇક અનોખુ થયા કરે છે
રસ્તામાં જતા સામે મળ્યા કરે છે
નયનો તેના હોઠો પર ભમ્યા કરે છે
લાખ પ્રયત્ને માંડીવાળુ તોય આ
દિલ સલામ રૂપ સુંદરી ને કર્યા કરે છે.
લાલ લાલીના લાલ લાલ હોઠ પર
નજર ને મન ત્યાં રહ્યા કરે છે
અનાયાસે ઉહ્કારો નીકળ્યા કે
મન ભરતીમાં હીલોળે ચડાવ્યા કરે છે.
શું થાય ને શું કરુ?
માત્ર હોઇને જ મન મનાવાનું
થયા કરે અનંતના જગતમાં
જ્યાં મારી રૂદિયાની રાણી મારી
બાંહોમાં સમાયા કરે છે
મનમાં એવું ભમ્યા કરે છે!
ભલે હોય રસ્તામાં બધાં વળાંકો
તોય દિલમાં રમ્યા કરે છે
મનમાં એવું ભમ્યા કરે છે!
-એલ.એન.ચુડાસમા ‘લાલુ’
No comments:
Post a Comment